સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જો કે, અધિકારીઓ દ્વારા સમયસર કામ કરાવવામાં આવતું નથી તે હકકીત છે, તેવામાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છેલ્લા એક વર્ષમાં સરકારની જુદીજુદી યોજના હેઠળ
.
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ જે. ટમારીયાએ ગત સામાન્ય સભા પહેલાં માર્ગ મકાન વિભાગ પાસેથી રોડ રસ્તાને લગતી માહિતી માંગી હતી. જેનો માર્ગ મકાન વિભાગના અધિકારી તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં ઘણી ચોંકાવનાર માહિતી સામે આવી છે. જેની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા એક વર્ષથી જે વિકાસના કામો મંજૂર થયા છે તેની સ્થિતિ શું છે અને કામ ચાલુ જ ન થયા હોય એવા કામો કેટલા છે તેની માહિતી માંગી હતી. જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું છે કે, વર્ષ 2023-24માં વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લામાં કુલ મળીને 110 રસ્તા તથા પુલના કામ મંજૂર થયા છે. જે પૈકી 3 કામો પૂર્ણ થયા છે.
જ્યારે 23 કામો પ્રગતિમાં છે, 21 કામો ટેન્ડર મંજૂરી અર્થે સરકારમાં છે, 7 કામ ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે, 34 કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, 9 કામના નકશા અંદાજો બનાવવાની કામગીરીમાં છે તેમજ 4 કામો માટે રીવાઈઝ જોબ નંબરની દરખાસ્ત કરી છે. આ સિવાય સીડીપી-5 યોજના હેઠળ કુલ 22 નવીન ગ્રામ પંચાયત ઘર મંજૂર થયેલ છે, પરંતુ તમામ ગ્રામ પંચાયતો નવા SOR મુજબ 25 લાખમાં થઇ શકે એમ હોય વધારાની ગ્રાન્ટ માટે તા 28/5/24 એ સરકાર પત્ર લખ્યો છે.