ચોર આવ્યા ચોર આવ્યાની અફવા વચ્ચે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં મોડી રાત્રીના સમયે પરિવાર ઉંઘી રહ્યો હતો, તે દરમિયાન લુંટારુ ટોળકી હથિયારો સાથે ઘુસી ગઇ હતી. પરિવારને તલવાર અને ચાકુ સહિતના વિવિધ હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપ્યા
.
દરવાજો ખુલવાનો અવાજ આવતા જાગી ગયા વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોમાં હથિયારધારી ટોળકી ચોરી તથા લુંટ કરવાના ઇરાદે અલગ-અલગ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા અશોકકુમાર જયપ્રકાશ સિંગલ (ઉં.વ.63) આજવા રોડ ખાતે સરદાર એસ્ટેટમાં સ્ટાર સાયંટીફીક ગ્લાસ કંપની ચલાવે છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ પત્ની તથા દીકરો સાથે રાત્રીના સમયે જમી ઘરમાં ઊંઘી ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યે તેમના રૂમના દરવાજો ખુલવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા.
સોનાનો મુદ્દામાવ પડાવી લીધો હતો આ દરમિયાન કોઈ દરવાજાને ધક્કો મારતુ હોય તેઓએ ચોર-ચોરની બૂમો પાડી રૂમના દરવાજાને અંદરથી દબાવી રાખ્યો હતો પરંતુ, બહારથી ચોરે ધક્કો મારતા દરવાજાનો અંદરનો લોક તૂટી જતા ચાર લુંટારુ રૂમમાં આવી ગયા હતા અને ચાર શખસોના હાથમાં તલવાર તથા લોક તોડવાનુ લોખંડનુ હથિયાર અન્ય બેના હાથમા ચપ્પુ જેવું હથિયાર હતું. તેઓએ હથિયાર બતાવી તેમને મારી નાખવાની ધમકી આપી ગળામાં રૂદ્રાક્ષની સોનાની ચેન રૂ બે લાખ દીકરા અમનના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આશરે બે તોલા.રૂ.80 હજાર તથા સોનાનુ કડું બે તોલા રૂ 80 હજાર તેના હાથમાંથી કાઢી લીધુ હતું. ત્યારબાદ તેમની પત્નીના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન રૂ 60 હજાર તથા બંને હાથમાં પહેરેલી ચાર સોનાની બંગડીઓ રૂ.2.40 લાખ, આંગળીમાં પહેરેલ સોનાની આશરે વીંટી રૂ.20 હજારની કાઢી લીધી હતી.
રૂ.11.75 લાખની લૂંટ કરીને લૂંટારુ ફરાર થઇ ગયા ત્યારબાદ રૂમમા રાખેલી લોખંડની તીજોરીનુ લોક તોડી તેમાંથી સોનાના બે બિસ્કીટ, સોનાની બુટ્ટી, રોકડા રૂપિયા 2.50 લાખ, તેમની દીકરી સ્વેતા શાહ કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર આશરે દોઢ તોલા રૂ.60 હજાર, પેટી પલંગમાંથી ચાંદી દાગીના લૂંટી લીધા બાદ દરવાજો હારથી બંધ કરીને લૂંટારુઓ ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓએ ચોર ચોરની બુમાબૂમ સોસાયટીના લોકો જાગી ગયા હતા અને દરવાજો ખોલ્યો હતો. જેથી તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. તેઓએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના અને રોકડ રકમ મળી રૂ.11.75 લાખની લૂંટ કરીને લૂંટારુ ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટરાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સયાજીગંજ વિસ્તારમાં રિક્ષાચાલક સહિત બે જણાને ત્રિપુટી મારમારી લૂંટી લીધા વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે ત્રણ શખ્સોએ રિક્ષા ચાલક સહિત બે જણાએ માર માર્યા બાદ તેમની પાસેથી રિક્ષા, મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 59 હજારની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. રિક્ષા ચાલક યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી વિરુદ્ધની લૂંટની ફરિયાદ નોંધાવી છે.
ત્રણ શખ્સોએ તેમને ડંડાથી માર માર્યો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અંબિકાનગર વિભાગ-2 સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જીવણભાઇ ભરવાડ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. 18 ઓક્ટોબરના રોજ તેઓ રિક્ષા લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન આરોપી રાહુલ સહિત ત્રણ શખસોએ એક્સપેરિમેન્ટલ સ્કૂલના કમ્પાઉન્ડ પાસે વડના ઝાડ નજીક ઉભા રખાવ્યા હતા ત્યારબાદ રિક્ષા ચાલક યુવકને ત્રણે જણાએ જણાવ્યું હતું કે તારી પાસે જે હોય તે આપી દે. પરંતુ રિક્ષા ચાલકે ના પાડતા ત્રણ શખ્સોએ તેમને ડંડાથી માર માર્યો હતો. ત્યારબાદ તેમની રિક્ષા, મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી રૂ.55 હજાર તથા સુરેશ દેવીપુજકને પણ માર મારી તમની પાસેથી પણ રોકડા રૂપિયા 4 હજાર સહિત 59 હજારના મતાની લૂંટ ચલાવીને ત્રણ જણા ફરાર થઇ ગયા હતા. રિક્ષા ચાલક ભાવેશ ભરવાડે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લુંટારુ ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.