સમગ્ર રાજ્યના માછીમારોનો સૌથી જટિલ પ્રશ્ન પાકિસ્તાન દ્વારા ભારતીય જલસીમાંમાંથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણની સમસ્યા રહેલ છે પોરબંદર સહિત સમગ્ર રાજ્યના વિવિધ બંદરની અનેક બોટ હાલ પાકિસ્તાનના કબ્જામાં રહેલ છે.પાકિસ્તાન દ્વારા છેલ્લા 20 વર્ષમાં માત્ર
.
સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં માછીમાર પરિવાર વસવાટ કરે છે.આ માછીમાર પરિવાર દરિયામાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે પરંતુ આ માછીમારોની રોજીરોટી સમાન બોટને પાકિસ્તાન દ્વારા ભારતીય જલસીમાં નજીકથી અપહરણ કરી જવામાં આવી રહી છે.આ સિલસિલો 1989 થી પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારથી જ દર વર્ષે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમ નજીકથી અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે.પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમાં નજીકથી અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાન દ્વારા 2003માં 46 જેટલી ભારતીય બોટ મુક્ત કરવામાં આવી હતી તેમજ 2013માં ફરી 56 જેટલી ભારતીય બોટ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવી હતી.પાકિસ્તાન દ્વારા છેલ્લા 20 વર્ષમાં 102 જેટલી ભારતીય બોટ મુક્ત કરવામાં આવી છે પરંતુ છેલ્લા 10 વર્ષથી એકપણ ભારતીય બોટ મુક્ત કરવામાં આવી નથી.હાલ પાકિસ્તાનના કબ્જામાં 1188 જેટલી ભારતીય બોટ અને 212 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનના કબ્જામાં રહેલ છે.પાકિસ્તાનના કબ્જામાં રહેલ 1188 જેટલી બોટમાંથી 500 થી 600 જેટલી બોટમાં સામાન્ય રિપેરીગ કરી ભારત લાવી શકાય તેવી સ્થિતિમાં રહેલ છે.
એક બોટની કેટલી કિંમત ?
સામાન્ય રીતે માછીમારોની બોટ બનાવવામાં માટે માછીમારોને રૂપિયા 35 થી 50 લાખનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હાલ માં તો માછીમારો ફાઇબર બોટ તરફ વળ્યા છે.આ બોટ બનાવવા માટે 60 લાખનો ખર્ચ થાય છે. જોકે લાકડાની બોટ સૌથી વધુ માછીમારો બનાવી રહ્યા છે.
શુ કહે છે માછીમાર આગેવાન ?
પોરબંદર ખાતે રહેતા અને પાકિસ્તાન ઇન્ડિયા પીપલ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુગીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હાલ ભારતીય અનેક બોટો મુક્ત કરી ભારત દરિયાઈ માર્ગે લાવી શકાય તેવી સ્થિતિમાં છે પરંતુ 10 વર્ષથી માત્ર 102 બોટ મુક્ત થઈ,હાલ પાકિસ્તાનની જેલમાં 212 જેટલા માછીમારો વર્ષોથી જેલમાં કેદ છે આ માછીમારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અભાવે મુક્ત થતા નથી ત્યારે આ માછીમારોન ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ખાસ ટીમ બનાવી આ કામગીરી તાત્કાલિક કરી માછીમારોને મુક્ત કરવા જોઈએ,જે માછીમારની બોટ પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવી રહી છે તે માછીમાર પરિવાર પાયમાલ બની જાય છે અને આખરે આપઘાત કરવાનો રસ્તો પકડે છે.