વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા કોર્પોરેશનના કર્મચારીના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ૧૨ વર્ષના પુત્ર પર પબજી ગેમની એવી અસર થઇ છે કે સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું છે અને આખા પરિવાર પર આફત ઉતરી આવી છે.
ધોરણ-૬માં અભ્યાસ કરતા બાળકને મોબાઇલ હાથમાં આવ્યા બાદ જુદીજુદી ગેમો રમવાનો શોખ થયો હતો.ત્યારબાદ પબજીના રવાડે ચડી જતાં સ્કૂલે જવાનું બંધ કર્યું હતું.
પુત્રની જિદને કારણે માતા-પિતા ટેન્શનમાં આવી ગયા હતા.પિતાને એક્સિડેન્ટ થતાં માતા માટે પુત્રને સાચવવો કે પતિની સેવા કરવી તે બાબતે મૂંજવણ વધી હતી. આખરે માતાએ અભયમની મદદ લેતાં બાળક તેમજ માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. માતાને પણ પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી તેની માહિતી મળતાં રાહત અનુભવી હતી.