વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડાયો હતો. દમણથી ઉદવાડા નજીક આવેલા ઓરવાડ બ્રિજ પાસે આવેલા બસ સ્ટેન્ડમાંથી ST બસમાં યાત્રીઓને સ્વાંગમાં વિદેશી દારૂની હેરાફેરી કેટલીક મહિલાઓ અને ઈસમો કરતાં હોવાની ચોક્ક
.
દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડાતો સ્ટેટ મોનિટરિંગ ગાંધીનગરની ટીમને રાજ્યમાં પ્રોહિબિશનના અને જુગાર સંબંધી પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણથી કેટલીક મહિલાઓ અને કેટલાક ઈસમો વિદેશી દારૂનો જથ્થો વલસાડ જિલ્લામાં ઘૂસાડતા હતા. પારડીના ઉદવાડા નજીક આવેલા ઓરવાડ બ્રિજ પાસેના બસના સ્ટેન્ડ પાસે ST બસનો ઉપયોગ કરી દક્ષિણ ગુજરાતના વિવિધ જગ્યાએ વિદેશી દારૂનો જથ્થો લઈને જતા હોવાની સ્ટેટ મોનિટરિંગ ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી.
સ્ટેટ મોનિટરિંગની ટીમે વોચ ગોઠવી હતી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગની ટીમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા નજીક આવેલા ઓરવાડ બ્રિજ પાસે બાતમીવાળી મહિલાઓની વોચમાં હતા. દરમિયાન ઓરવાડ બસ સ્ટેન્ડ પાસે બસ આવવાના સમય પહેલા કેટલીક મહિલાઓ યાત્રીઓને સ્વાંગમાં થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ST બસ મારફતે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા લઈ આવી પહોંચી હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમે શંકાસ્પદ મહિલાઓને કોર્ડન કરતા 3 મહિલાઓ તેઓના દારૂના થેલાઓ મૂકી ભાગી ગઈ હતી.
સ્ટેટ મોનિટરિંગની ટીમે કુલ 1444 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 1.72 લાખ નો જથ્થા સાથે મહિલાઓને ઝડપી પાડી હતી. પારડી પોલીસ મથકે 3 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી 2 મહિલાઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપેલી મહિલાઓ અને અગાઉના કેસો
- આસ્મા સરફરાઝ શેખ 8 કેસ
- જ્યોતિબેન રાજેશભાઈ દેવીપૂજક 1 કેસ
- ચંદ્રવતિદેવી નંદલાલ ગુપ્તા પ્રથમ કેસ
વોન્ટેડ મહિલા
- મયુરી શંકરભાઇ પટેલ ઉપર અગાઉ 13 કેસો નોંધાયા છે
- કલ્પનાબેન હરીશભાઈ પટેલ સામે 5 કેસ નોંધાઇ ચુક્યા છે.