સુરતમાં પ્રદૂષણ અટકાવવા માટે વર્ષ 2027 સુધીમાં સુરત મહાનગરપાલિકા 1500 ઇલેક્ટ્રીક બસો દોડાવશે. હાલ સુરત શહેરમાં 650 થી વધુ બસ દોડી રહી છે જેમાંથી 450 ઈલેક્ટ્રીક બસ છે. રાષ્ટ્રીય કક્ષાએ એવી બસ મુદ્દે સારી કામગીરી કરનાર દેશના ટોપ પાંચ શહેરોમાં સુરતની પસ
.
વર્ષ 2026 સુધીમાં સુરતમાં તમામ ઇલેક્ટ્રીક વ્હીકલ બસ દોડશે. ઉલ્લેખનીય છે કે પાલિકાની બસ સેવામાં રોજે અઢી લાખ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે. એટલું જ નહીં ત્રણ વર્ષમાં મેટ્રો અને બુલેટ ટ્રેનની શરૂઆત થતા બસની સંખ્યામાં પણ સુરત મહાનગરપાલિકા વધારો કરશે જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળી શકે છે અને સાથોસાત પર્યાવરણ અને હવાની ગુણવત્તાની શુદ્ધતા પણ જળવાઈ રહે આ પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.