વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે કોળી પટેલ સમાજના ધોરણ 10 અને ધોરણ 12 તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા કુલ 161 જેટલા કોળી પટેલ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમાજના હોલ ખાતે કરવા આવ્યું હતું. વલસાડના સાંસદ સહિત
.
તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવા વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો શિક્ષણ એ અનિવાર્ય છે. કોળી સમાજના તેજસ્વી છાત્રોની સંખ્યામાં દર વર્ષેં વધી રહી છે. એ કોળી સમાજ માટે પ્રગતિની નિશાની છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કહ્યું કે કોળી પટેલ સમાજ હજી પણ અન્ય વિકસિત સમાજની સરખામણીમાં ખૂબ પાછળ છે. સમાજના વિકાસ માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા અનેક કાર્યક્રમો કરે છે. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલર શીપ રાહત દરે નોટબુક, તેજસ્વી છાત્રોનું સન્માન, ગરબા મહોત્સવ, રક્તદાન શિબિર, ક્રિકેટ ટૂર્નામેન્ટ, મેડિકલ કેમ્પ સમૂહ લગ્ન, યુવક યુવતીઓનો પસંદગી મેળો, સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેવા અનેક કાર્યક્રમો કરે છે.
ચાલુ વર્ષે તેજસ્વી છાત્રોની સંખ્યા 161 ની થઈ છે જેમાં ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર 77 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં 45 અને વિશિષ્ટ સિદ્ધિ જેવી કે ડોક્ટર, એન્જિનિયર, CA, PHD અને રમત ગમત તથા અન્ય ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનારા 27 તેજસ્વી પ્રતિભાવનું મેડલ, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન કરતા વલસાડના વરિષ્ઠ બિલ્ડર બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે કોળી સમાજમાં તેજસ્વી દીકરીઓની સંખ્યા વધી રહી છે. તેના પ્રમાણમાં દીકરા ઓ હજી મેડીકલ લાઈનમાં પાછળ છે. એનું પ્રમાણ જળવાઈ રહે તો લગ્ન પ્રસંગે યોગ્ય પાત્રની પસંદગીનો પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. તેમણે કહ્યું કે કોળી સમાજના યુવાનોએ
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/afa739ac-c5f6-4d75-a9dc-dccab5925be2_1718544473741.jpg)
UPSC, GPSC જેવી સરકારી સેવાઓની પરીક્ષા પાસ કરવા પૂર્વ તૈયારીઓ કરવી જાેઈએ. જેથી સમાજના IAS, IPS અને IRS જેવી વહીવટી સેવાઓમાં સમાજને સ્થાન પ્રાપ્ત થાય. આવનારા વર્ષોમાં સમાજનો હોલ તેજસ્વી તારલાઓથી ભરાઈ જાય એટલી સંખ્યા વધે એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સુરત અને ચીખલીના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. જીગર પટેલ, સુરતના પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર કીર્તેશ પટેલ, સુરતની કિરણ હોસ્પિટલ ના યુરોલોજીસ્ટ ડો. કાર્તિક પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરી તેજસ્વી છાત્રોન પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધોરણ 12 ના વાણિજ્ય પ્રવાહમાં A1 ગ્રેડ અને એકાઉન્ટ વિષયમાં 100 માંથી 100 અને સ્ટેટેસ્ટિક વિષય માં 100 માંથી 99 ગુણાંક મેળવનાર શેઠ આર જે જે ની વિદ્યાર્થીની દિયા યોગેશભાઈ પટેલ ડો. વેની પટેલ એ તેમના પ્રતિભાવ આપ્યા હતા. ધોરણ 12 માં A૧ ગ્રેડ મેળવનાર વાણિજ્ય પ્રવાહની 4 વિદ્યાર્થીનીઓ CA ના કોર્સ માટે જાેડાઇ છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/1846f8f2-8d3b-44eb-9cca-8812c2222b74_1718544473739.jpg)
વલસાડના સાંસદ ધવલ પટેલે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસમાં ધ્યાન આપી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા જરૂરી માર્ગદર્શન કે જે સાહિયોગ આપવાની ખાતરી આપી હતી. કોળી પટેલ સમાજ ના યુવાનોને UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દરેક સ્પર્ધાત્મક.પરીક્ષાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈને ઉજ્વળ કારકિર્દી બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/fdf4f903-8bc7-4ceb-b584-059fb86e423a_1718544473740.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/16/a75e26c0-8b4a-4fa6-afbf-51f9fe0ea7e1_1718544473737.jpg)