હળવદમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી. જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભાજપના આગેવાન સહિત કુલ મળીને 18 આરોપીઓને રોકડ 2,02,100 સાથે ઝડપી લેવામાં આવેલ છે. અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી
.
હળવદના પોલીસ કોન્સેટબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ પોલીસ સ્ટાફ દ્વારા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી. ત્યારે ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસો સ્થળ ઉપરથી ભરત હરખાભાઇ વઢરેકીયા રહે.કડિયાણા, અલાઉદીન મહમદભાઈ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સીયદ વાસ ગૌરી દરવાજે હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા હળવદ, મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ રહે. જંગરીવાસ હળવદ, ઇરફાનભાઈ યુનુસભાઇ રાઠોડ રહે જંગરીવાસ હળવદ, દિવ્યેશ કિશોરભાઈ જેઠલોજા રહે.પિપળી, વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ (ભાજપના આગેવાન) રહે. રાતાભેર ગામ હળવદ, રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે મોરબી, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મૌચીબજાર ખત્રીવાડ હળવદ, શબ્બીરભાઈ જુસકભાઈ ચૌભણ રહે. જુના બસ સ્ટેશન પાસે જોન્શનગર લાતી પ્લોટ મોરબી, તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોન્શનગર, મોરબી, રજાક અકબરભાઇ ભટ્ટી રહે. જંગરીવાસ હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઈમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ રોડ, રાવલ શેરી, મોરબીમ શિરાઝ સલેમાનભાઇ કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.-2 મોરબી અને સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે.મોરબી જૂના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબીવાળા જુગાર રમતા મળી આવ્યા હતા.
જેથી 2,02,100ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને નિલશેભાઇ ધનજીભાઈ ગામી રહે.મોરબી તેમજ પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાના નામ સામે આવેલ છે. જેથી કરીને તે બંનેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફના દિનેશ હનાભાઇ બાવળીયા, મનહર મેરાભાઈ સદાદીયા, વિપુલ સુરેશભાઇ ભવાડીયા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ નિરુભા જાડેજા, ભરત નરશીભાઇ તારબુંદીયા, મનોજ ગોપાલભાઈ પટેલ વગેરેએ કરેલ છે.