તા. 12 અને 13 નવેમ્બરના રોજ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ અબજીબાપાની 180મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ,
.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનપ્રાણ બાપાના દર્શન આશીર્વાદનો લાભ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રાપ્ત થયો હતો અને તેમણે જીવનપ્રાણ બાપાના જીવન ઉપર શ્રી અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર નામનો 1200થી વધુ પેજનાં ગ્રંથની પણ રચના કરી છે. આ ગ્રંથની પારાયણ કરવામાં આવશે. આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મ્ય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે.