16 ડિસેમ્બરે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા NSUIનાં સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે ભૂખ હડતાળ કરી હતી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ દેખાયો હતો. પાટણ શહેર બી ડિવિઝન પ
.
હાલમાં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વધુ હથિયાર ધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તપાસ બી ડિવિઝનના PIને સોંપાઈ યુનિવર્સિટીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. પોલીસે તેને ગુનાહિત પ્રવૃતિ ગણીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. bns કલમ 49, 54,121(1) 132, 221, 224, 189. 123, 352. 223 અંતર્ગત ફરિયાદ નોંધી છે. જે ગુનાની આગળની કાર્યવાહી કરવાની તપાસ બી ડિવિઝનના PI પી.વી. વસાવા કરી રહ્યા છે. આરોપીઓને પકડી આગળની તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જિલ્લાની પોલીસ એજન્સીઓ હાલમાં કાર્યરત છે.
પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેઈન કર્યા યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળ કાર્યક્રમનું આયોજન પરવાનગી વિના કાર્યક્રમનું આયોજન, પોલીસ કામગીરીમાં રુકાવટ પોલીસ સાથે ઘર્ષણ તેમજ પોલીસ કર્મીને લાફો માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેઈન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. ડિટેઈન કરાયેલા કાર્યકરોને પોલીસે ગુપ્ત સ્થળે રાખ્યા છે.
કોના સામે નામજોગ ફરિયાદ
- કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ
- ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
- ઘેમર દેસાઇ, કોગ્રેસ નેતા
- હાર્દિક પટેલ
- સોહમ પટેલ
- અમિત પ્રજાપતિ
- ભરત ભાટીયા
- અદનાન મેમણ
- દાદુશી ઠાકોર જિલ્લાના nsui પ્રમુખ
- હિતેશ દેસાઈ શહેર પ્રમુખ nsui
- મેહુલ દાન ગઢવી
- જય ચૌધરી
- પ્રેમ કિરીટભાઈ પટેલ
- નિખિલ પટેલ કોંગ્રેસ અને એનએસયુઆઇના મળી 200 કાર્યકરો
આખો મામલો શું હતું? યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી હતી. જેમાં 16 ડિસેમ્બરે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખહડતાળ પર ઊતર્યા હતા. ‘શિક્ષણ કે ધામ મેં, આલ્કોહોલ મેદાન મેં’ના નારા સાથે ઉ.ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા, જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતાં ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મામલો વધુ ઉગ્ર થતાં ગાળાગાળીનાં દૃશ્યો સર્જાયાં હતાં. એ બાદ કુલપતિની ચેમ્બરમાં ઘૂસી કડક ચેતવણી આપીને ધરણાં પ્રદર્શન પર બેઠા હતા. એ બાદ કુલપતિએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને એસપીને રજૂઆત કરતાં મામલો થાળે પડ્યો હતો.
પોલીસ-NSUI વચ્ચે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં ભૂખહડતાળ પર બેસતાં પોલીસે ગેટ બંધ કરી દીધો હતો. પોલીસે ગેટ બંધ કરી દેતાં NSUI કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં.