ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવિદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને ગોલ્ડ મે
.
‘ગુજરાતની ધરતીમાં જાદુ છે અને નોલેજ પણ છે’ પદવીદાન સમારોહમાં વેંકૈયા નાયડુએ તેમની સ્પીચ ગુજરાતીમાં શરૂ કરી હતી અને જણાવ્યું હતું કે, હું ગુજરાત આવીને ખુશ છું. પરંતુ ગુજરાતીમાં ના બોલવાનો અફસોસ છે. નોલેજની સાથે કેરેક્ટર પણ જરૂરી છે. વિશ્વ અત્યારે બદલાઈ રહ્યું છે, ત્યારે ઇન્ડિયા પણ હવે બદલાઈ રહ્યું છે. આપણો દેશ પહેલો વિશ્વ ગુરુ હતો. ગુજરાતની ધરતીમાં જાદુ છે અને નોલેજ પણ છે. વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તમે તમારા ગુરુઓને યાદ રાખજો. માતૃભૂમિ અને જન્મભૂમિને પણ યાદ રાખજો. બીજી બધી ભાષા કરતા માતૃભાષાને પણ યાદ રાખવી જોઈએ. સ્કૂલ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં જ વાત કરવી જોઈએ અને માતૃભાષામાં વાત કરવાનો ગર્વ હોવો જોઈએ. આજે અનેક વિદ્યાર્થીઓ કહે છે કે, અમને હિન્દી બોલવા આગ્રહ કરવામાં આવે છે, પરંતુ મારા માટે તે જરૂરી છે કારણ કે, દેશભરમાં બોલાય છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
‘વિદ્યાર્થીઓએ વધુ સમય નેચર-કલ્ચરમાં વિતાવવો જોઈએ’ વિદ્યાર્થીઓએ પોતાના જીવન ઘડતર માટે પોતાના દાદા, દાદી સાથે સમય ફાળવવો જોઈએ. તેમની પાસેથી વિદ્યાર્થીઓને સારું યોગ્ય જ્ઞાન મળશે. હું 13 મહિનાનો હતો ત્યારે મેં માતા ગુમાવી હતી. મને મારા દાદા દાદી ઉછેર્યો છે. તેઓ પણ ખાસ ભણ્યા ન હતા. પરંતુ હું મારા પરિવારમાંથી ભણ્યો અને દેશના બીજા નંબરના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓએ વધુ સમય નેચર અને કલ્ચરમાં વિતાવવો જોઈએ.
દેશમાં 18% પોવર્ટી અને શિક્ષિત નથી આજના સમયમાં ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. તો ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નહીં તો સેલફોનની જગ્યાએ હેલ્પ ફોન બનશે. વાલીઓએ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ અને સૂર્યાસ્ત પહેલાં કામ પૂરું કરવું અને વહેલાં સૂઈ જવું જોઈએ. શિક્ષણ એ એમપાવરમેન્ટ માટે છે. દેશમાં 18% પોવર્ટી અને શિક્ષિત નથી.
ભારતના યુવાધનની વિશ્વમાં ડિમાન્ડ આજે અનેક લોકો સાંસદ ચાલવા દેતા નથી. સાંસદના ચાલવાથી દેશની જનતાને નુકસાન થાય છે. વિદ્યાર્થીઓએ હાય એઇમ, હાય ડ્રીમ અને હાર્ડવર્ક કરવું જોઈએ. નોલેજ મેળવવું હોય તો દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ. હાલ 50% વસ્તીની ઉંમર 25 વર્ષથી નીચેની છે. ભારતના યુવાધનની વિશ્વમાં ડિમાન્ડ છે. ભારતમાં સ્ટાર્ટઅપ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ અનેક સ્ટાર્ટઅપ કાર્યરત છે. અંતે તેમણે વિદ્યાર્થીઓને ઇન્ડિયન ફૂડ ખાવાની સલાહ આપી પિત્ઝા અને બર્ગર જેવા જંકફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી.
240 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા આજના પદવીદાન સમારોહમાં કુલ 46,131 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 240 વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હાથે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. લૉ વિભાગમાં ટોપ કરનાર અમદાવાદની શ્રેયાંશી પઢેરીયા નામની વિદ્યાર્થિનીને 11 ગોલ્ડ મેડલ મળ્યા હતા. આ વિદ્યાર્થિનીએ તમામ વિષયમાં ટોપ કર્યું હતું. જેના કારણે અલગ અલગ દાતા તરફથી તેને 11 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થિનીએ લગ્ન કર્યા હોવા છતાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એલ.એ શાહ કોલેજમાં LLBનો અભ્યાસ કર્યો હતો. અત્યારે શ્રેયાંશી એલએલએમનો અભ્યાસ કરી રહી છે અને ત્યાર બાદ પીએચડી કરશે.
શ્રેયાંશી પઢેરીયા
મારા માતાએ મને અભ્યાસ માટે મદદ કરી હતી શ્રેયાંશી પઢેરીયાએ જણાવ્યું હતું કે, મને કુલ 11 ગોલ્ડ મેડલ મળ્યા છે. મેં મહેનત ખૂબ જ કરી હતી, પરંતુ મારા કરતાં મારા માતાએ વધુ મહેનત કરી હતી. લૉ વધારે અઘરું હોય છે. લૉના નામ યાદ રાખવા પણ અઘરા હોય છે. પરંતુ મારા માતાએ મને અભ્યાસ માટે મદદ કરી હતી. મને અલગ અલગ નામના ઘણા મેડલ મળ્યા છે. દાતાઓની તમામ કન્ડિશન મેં પૂરી કરી હતી જેના કારણે અને યુનિવર્સિટીમાં મેં તમામ વિષયમાં ટોપ કર્યું હોવાથી મને 11 મેડલ મળ્યા છે.