કેન્દ્રીય ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યો છે. દેશભરમાં ભાજપ દ્વારા મંડળ અને બુથ પ્રમુખની વરણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં આગામી 6 વર્ષ માટે જિલ્લા પ્રમુખ માટે સમગ્ર ગુજરાતમાં આજે જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધવાની પ્રક્રિ
.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ અને જિલ્લા ભાજપના કાર્યકરોએ વલસાડ જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી 3 નિયમો અનુસાર ઉમેદવારો પાસેથી ઉમેદવારી ફોર્મ મેળવી તમામ ફોર્મ ઉપર વલસાડ જિલ્લાના ધારાસભ્યો અને વલસાડ જિલ્લા સંસાદ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈએ કસ્ટરને વલસાડ જિલ્લાના જિલ્લા ભાજપ ના પ્રમુખ માટે દાવેદાર 25 ઉમેદવારો પૈકી હાલના વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહા મંત્રી શીલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ સહિત 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી 2 ઉમેદવારોની ઉમેદવારી નિયમ અનુસાર રદ્દ કરી કુલ 23 જેટલા વલસાડ જિલ્લાના જિલ્લા ભાજપના ઇચ્છુક ઉમેદવારોની યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવી છે.
વાપીના દિગ્ગજ નેતાઓ પણ જિલ્લા પ્રમુખની રેસમાં આવી ગયા વલસાડ જિલ્લામાંથી 25 દાવેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં વાપીથી દિગ્ગજ નેતાઓમાં જિ.ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઇ,વીઆઇએ પ્રમુખ અને માજી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઇ પટેલ,માજી પાલિકા પ્રમુખ હાર્દિક શાહ, વાપી તાલુકાના માજી પ્રમુખ સુરેશ પટેલ સહિતના નેતાઓએ દાવેદારી કરી છે. જો કે માજી પાલિકા પ્રમુખ પરેશ દેસાઇએ દાવેદારી નોધાવી ન હતી. હજુ સુધી વાપી મહાનગરપાલિકા મંડળ માટે કોઇ સૂચના ન આવતાં વાપીથી ફોર્મ ભરાયા હતાં. જિલ્લામાં વાપીને ન્યાય મળશે કે કેમ તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.