બોટાદ જિલ્લાના ગઢડામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગઢડા પોલીસ મથકના 28 વર્ષીય કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
.
ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગઢડા દોડી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગઢડા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

