પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મહિલા સશક્તિકરણની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) દ્વારા 70 મહિલાઓ માટે 30 દિવસીય વિશેષ તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
.
જિલ્લા કલેક્ટર આશીષકુમારે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ તાલીમમાં બહેનોને સીવણકામ અને બ્યુટી પાર્લર મેનેજમેન્ટની આધુનિક તાલીમ આપવામાં આવશે. કલેક્ટરે મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય પ્રબંધક કૌશલ કિશોર પાંડેયે જણાવ્યું કે તાલીમ બાદ બહેનો પોતાનો વ્યવસાય શરૂ કરે તો બેંક આર્થિક સહયોગ આપવા તૈયાર છે. LDM સત્યેન્દ્ર રાવે નારી શક્તિના સન્માન અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો.

આર-સેટી ગોધરાના નિયામક ગાયત્રી શર્માએ જણાવ્યું કે સંસ્થા મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહેશે. કાર્યક્રમમાં FLCC સુશ્રી રિદ્ધિ કોઠારી સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.