રાજ્યભરમાં નવરાત્રિ પર્વના પહેલા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમ્યા હતા. જો કે, આ વર્ષે વડોદરામાં વરસેલા
.
ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા કાદવ કિચડ જોવા મળ્યો વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા કાદવ કિચડ જોવા મળ્યો હતો. જેથી ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં પહોંચવું પડ્યું હતું. જેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડમાં આવ્યા બાદ વ્યૂઅર માટેના ઘણા સ્ટેન્ડમાં પાણી ભરાયેલા હતા. જેથી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં થોડા થોડા અંતરે કાદવ કિચડ જોવા મળ્યો હતો.
અતુલ દાદા છે ત્યાં સુધી યુનાઇટેડ વે ચાલશે ખેલૈયા કુંજુમ શાહે જણાવ્યું હતું કે, આ લોકોએ જે પ્રકારે પાસમાં પૈસા લીધા છે એ પ્રકારે ગ્રાઉન્ડ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય નથી. આજ પછી યુનાઇટેડ વેમાં પૈસા ભરવાના જ નથી. જ્યાં સુધી અતુલ દાદા છે ત્યાં સુધી યુનાઇટેડ વે ચાલશે, પછી પતી જવાનું છે. તમે જોઈ શકો છો, આ કેવું ગ્રાઉન્ડ છે, અહીં માણસ ચાલી શકતો નથી, તો ગરબા કેવી રીતે કરશે. અમારા કપડાં ખરાબ થઈ રહ્યા છે, પગ પણ સ્લીપ થઈ રહ્યા છે, ખૂબ ખરાબ મેનેજમેન્ટ છે.
ગ્રાઉન્ડમાં આવ્યા પછી પણ કોઈ મેનેજમેન્ટ નથી ખેલૈયા જૈમિને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે રાત્રે આઠ વાગ્યાના ગરબા ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. પરંતુ અમને પાર્કિંગ મળ્યું નહોતું, જેથી અમારે રોડ ઉપર જ અમારું વાહન પાર્ક કરી દેવું પડ્યું હતું. ગ્રાઉન્ડમાં આવ્યા પછી પણ કોઈ મેનેજમેન્ટ નથી. અહીં ખૂબ જ કાદવ કિચડ થઈ ગયો છે. જેથી અમે રમી શકતા નથી. અમારી માગણી છે કે, નવ દિવસ ઉપર વધુ એક દિવસ ગરબાનું આયોજન કરવું જોઈએ, જેથી અમારા આજના જે ગરબા બગડ્યા છે, તેની રિકવરી થઈ શકે.
અમે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી યુનાઇટેડ વે ઓફ બરોડાના ચેરપર્સન પ્રીતિબેન પટેલે જણાવ્યું હતું કે, અમે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી છે, અમારી ટીમ સતત મહેનત કરીને આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને 34,000 જેટલા ખેલૈયાઓ આજે પહેલા દિવસે ગરબે રમવા આવ્યા છે.