વેરાવળના આરબ ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પ્લાસ્ટીકની 12 થેલીમાં ભરેલ 36 કીલો ગૌમાંસ મળી આવતા સ્ટાફ ચોકી ઉઠ્યો હતો. આ મામલે ગૌમાંસ આપનાર અને વેચનાર બંન્ને શખ્સોને ઝડપી લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગૌમાસની હેરાફેરી કે વેચાણને ડામી દેવા મળેલ સુચના મુજબ સીટી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમ્યાન સ્ટાફના સુનિલ સોલંકી, અશોક મોરી, હરેશ ચુડાસમાને મળેલ બાતમીના આધારે પીએસઆઈ દેવરેએ સ્ટાફ સાથે અત્રેના આરબચોક વિસ્તારમાં અમર સાદીક શેરીમાં રહેતા સાજીદ અ.રહેમાન પંજાના રહેણાંક મકાન ઉપર દરોડા પાડેલ હતો.
ત્યારે ઘરમાંથી એક ચણના કોથળામાં ત્રણ-ત્રણ કિલ્લોની 12 પ્લાસ્ટીકની કોથળીઓ મળી આવેલ જેમાં એકસરખુ ત્રણ કિ.ગ્રામ જેટલુ મળી અંદાજે 36 કિલો જેટલું ગૌમાંસના મુદ્દામાલ સાથે આરોપી સાજીદ ઉર્ફે બીજેપી અબ્દુલ રહેમાન પંજાને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા પંદર દિવસ પહેલાં પોતાના મિત્ર અસ્પાક ઉર્ફે ગાદલો હનીફ પંજા રહે.અલીભાઈ કોલોનીવાળા પાસેથી લીધેલ હતુ. જેથી બંન્ને આરોપીઓની અટકાયત કરી તેઓની સામે પશુ સંરક્ષણની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ધરી છે.