જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો-એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં શાહપુર, દુધેશ્વર, રાયપુર, જ
.
24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમાં 350થી વધુ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 159 એકમને અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે 126 એકમને નોટિસ અપાઈ છે. જાહેરમાં થતા 105 લોકો અને જાહેરમાં કાટમાળ નાખનારા લોકો પાસેથી પણ દંડ વસુલાયો છે. કુલ 2.57 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડળના સાણંદ-છારોડી સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 29 જે ખોડા ગામ તરફનું આવેલું છે તેને તાત્કાલિક અસરથી 11 માર્ચના રોજ રાતે 8 વાગ્યા સુધી તાત્કાલિક સમારકામના કામ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ રેલ્વે ક્રોસિંગ નંબર 37 (સચાણા રેલ્વે ફાટક) અને રેલ્વે ક્રોસિંગ નંબર 22 (સાણંદ જોગણી માતા રેલ્વે ફાટક)નો ઉપયોગ કરી શકે છે.