આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) ના 4 ફેકલ્ટીએ નેશનલ લેવલે યોજાયેલી ફિઝીયોથેરાપી કોન્ફરન્સમાં વિવિધ કેટેગરીમાં 5 એવોર્ડ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી છે.
.
તાજેતરમાં વારાણસી સ્થિત બનારસ હિંદુ યુનીવર્સીટીમાં નેશનલ લેવલની થર્ડ કાશી ફિઝીયોકોન-2024 કોન્ફરન્સ યોજાઈ હતી. ‘એડવાન્સમેન્ટ ઇન ફિઝીયોથેરાપી – એમ્પાવરિંગ મુવમેન્ટ’ થીમ પર આયોજિત આ કોન્ફરન્સનું આયોજન ડીપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડીક્સ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં દેશભરમાંથી 1800 થી વધારે ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં ચારુસેટની અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલ અને ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સના ડીન ડો. ધ્રુવ દવેને બેસ્ટ એકેડેમીશિયન એવોર્ડ (સીનીયર કેટેગરી), આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માનસી સોનીને બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન (સેકન્ડ પ્રાઈઝ) અને ડાયનેમીક ફીઝીયો એવોર્ડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સુમમ સનીને બેસ્ટ સાયન્ટીફિક પેપર એવોર્ડ (ફર્સ્ટ પ્રાઈઝ) એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. હેતા પટેલને યંગ એચીવર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કોન્ફરન્સમાં ડો. ધ્રુવ દવેએ ‘વર્ચ્યુઅલ રીયાલીટી ઇન્ટરવેન્શન ઇન પોસ્ટ ઓપરેટીવ રીહેબીલીટેશન આફ્ટર ની સર્જરી’ વિશે, ડો. સુમમ સનીએ ‘રિડિફાઈનીંગ ધ કન્સેપ્ચયુઅલ ફ્રેમવર્ક ફોર ડ્યુઅલ ટાસ્ક ગેઇટ ઈવેલ્યુએશન ઇન એલ્ડરલી વિથ ટાઇપ-ટુ ડાયાબીટીસ મેલીટસ’ વિશે તેમજ ડો. માનસી સોનીએ ‘એક્સ્પ્લોરીંગ પાર્ટીસીપેશન રીસ્ટરીકશન એન્ડ કોન્ટેકશુઅલ ફેકટર્સ અફેકટીંગ કોમ્યુનીટી ડવેલિંગ સ્ટ્રોક સર્વાઈવર્સ’ રીસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા હતા.