સદગુરુનગર રૂડા-2 માં રહેતા અને વી.ડી. ડીસ્ટ્રીબ્યુશન પેઢીમાં નોકરી કરતા કેતનભાઈ મનસુખલાલ ગોહેલ (ઉ.વ.48)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ચાર શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.24/03/2025 ના રોજ રાત્રીના 9.30 વાગ્યે હુ તથા મારા પત્ની ચે
.
આ દરમિયાન ધ્રુવીતના માતા રેખાબેન તેના પિતા જનકભાઈ ત્યા આવી ગયેલ હતા.તે બંનેએ ફરિયાદીનું ટી-શર્ટ ફાડી નાખી માર મારેલ હતો. ભાઇ મંથને પોલીસને કોલ કરવાનુ કહેતા આરોપીઓ ત્યાથી ચાલ્યા ગયેલ હતા ત્યારે જતા-જતા ધ્રુવી તે ગાળો આપીને મારી શેરીમાંથી નીકળતા નહીં નહીતર તમારા ટાટીયા ભાંગી નાખીશું કહી ધમકી આપી હતી. બાદમાં 108 એમ્બયુલન્સ મારફત ફરિયાદી અને દિગ્વિજય વાળાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વધુમાં ફરિયાદીએ બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, ધ્રુવીત પરમારે 1 વર્ષ પહેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભાઇ મંથન અને અને તેના મીત્ર દીગ્વીજય સામે ફરીયાદ કરેલ હતી. જેનો કોર્ટ કેસ ચાલુ હોય જે બાબતે ખાર રાખી હુમલો કર્યો હતો.
મારી સાથે સબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જંગલેશ્વર વિસ્તારના ભવાની ચોક નજીક રહેતી 27 વર્ષીય પરિણીતાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માજેઠીનગરમાં રહેતા ફારૂક ઉર્ફે જમાલ સલીમ મેણનું નામ આપતાં જણાવ્યું હતું કે, આશરે 5 વર્ષ પહેલા તેણી તેના પતિ સાથે દૂધ સાગર રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી હતી. ત્યારે સામેની સાઈડમાં રહેતા ફારૂક ઉર્ફે જમાલ સાથે તેણીને પ્રેમ સબંધ થઇ ગયેલ હોય અને બન્ને ઘણી વખત ભેગા પણ થતા હતા. ત્યારબાદ ફારૂક ઉર્ફે જમાલ રાજકોટ જેલમા ગયેલ હતો. ત્યારબાદ તેણી પતિ સાથે તેણીના પિતા યુનુસભાઈના મકાનમા કે જે જંગલેશ્વરમાં આવેલ છે ત્યા રહેવા માટે આવતા રહેલ હતા.
ફારૂક જેલમાથી છુટી ગયેલ અને 15 દીવસ પહેલા બપોરના આશરે 2 વાગ્યે તેણીના ઘરે આવેલ હતો અને તેઓની સાથે ઝઘડો કરેલ હતો. ત્યારબાદ સાંજના 6 વાગ્યે તેના ઘરે આવી કહેલ કે, મારે હજુ તારી સાથે સબંધ રાખવો છે. જેથી તેણીએ ના પાડતા ફારૂક એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને લાફા મારી લીધેલ હતા. બાદમાં જો તુ મારી સાથે સબંધ નહીં રાખ તો હુ તને જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહેલ હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસની ટીમે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
ખોડીયાર ટી સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંક્સ હોટલમાંથી દારૂની બોટલો મળી આવી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ બી. પી. રજીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, જયદીપભાઈ તથા કુશલભાઈ જોષીને આણંદપર નવાગામ અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ પર આવેલ ખોડીયાર ટી સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંક્સ હોટલમાં દારૂની બોટલોનું વેચાણ થાય છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હોટલ પર હાજર શખ્સને અટકમાં લઈ નામ પૂછતાં પોતાનું નામ મહિપાલ સોંડા બાંભવા (ઉં.વ.23),( રહે.મુળ અગાભી પીપળીયા ગામ ભરવાડ પરામાં, વાંકાનેર, હાલ નવાગામ આણંદપર) હોવાનું જણાવ્યું હતું.બાદમાં સ્ટાફે ખોડીયાર ટી સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંક્સ હોટલમાં તપાસ કરતા અંદર જતા કાઉન્ટરના થડા (પથ્થર) ની નીચે એક સફેદ તથા બ્લુ કલરનો 20 લીટરનો પાણીનો કેરબો જોવામાં આવેલ જે કેરબો ખોલી જોતા તેમાંથી દારૂની ત્રણ બોટલ અને હોટલની બાજુમાં પડેલ સ્વિફ્ટ કારમાં તપાસ કરતાં તેમાંથી ત્રણ બોટલ દારૂ મળી આવતાં કુલ 6 બોટલ દારૂ સહિત રૂ.2.94 લાખનો મુદામાલ કબ્જે કરી હોટલ સંચાલક મહિપાલ બાંભવાની ધરપકડ કરી હતી.
લકઝરિયસ કારમાંથી દારૂની 36 બોટલ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ ઝડપાયો રાજકોટ શહેરની PCB ટીમે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાંદની હોટેલની સામેના ભાગે રોડ પરથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપી હાર્દિક ઉર્ફે શંભુ મુકેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 33 કે જેઓ કામકાજમાં ડ્રાઇવિંગ કરે છે પકડાયેલ આરોપી હાર્દિક જે કારમાં હતો તે ટાટા હેરિયરમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની 36 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 53,964 થાય છે. કાળા કલરની ટાટા હેરિયર કાર જેની કિંમત રૂ.10 લાખ) મળી કુલ રૂ.10,53,964 નો મુદામાલ કબ્જે લેવાયો છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2 વખત પ્રોહી. કલમ- 65-એએ ,116-બી,81 મુજબ ગુના નોંધાયેલા છે.
1થી 7 એપ્રિલ સુધી રાજકોટની 10 હોસ્પિટલમાં હૃદય રોગની સારવાર બંધ તા. 1 થી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે. આ યોજના અંતર્ગત કામગીરી બંધ કરવામાં આવી છે.આવતીકાલથી તા.7 સુધી એન્જીયોપ્લાસ્ટીની સારવાર બંધ રહેશે. રાજકોટમા 10થી 12 જેટલી હોસ્પિટલમાં સારવાર બંધ રહેશે. જેને પરિણામે રોજ 100 જેટલા હ્રદયરોગની સારવાર માટે ઓપીડી હોય છે તેવા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે પરંતુ ઈમરજન્સી સારવાર ચાલુ રહેશે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY ) હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ નિર્ધારિત દરો વાજબી નથી અને હોસ્પિટલો માટે ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવી શક્ય નથી. ગત 10 વર્ષમાં પીસીઆઈ (પર્ક્યુંટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન) માટેનો દર માત્ર 1.2% વધ્યો છે.જ્યારે ગુજરાતની સરેરાશ મોંઘવારી દર 6.5% છે.
ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સ ફોરમ – રાજકોટ ચેપ્ટરે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે કે મોંઘવારી મુજબ વધારો કરવામાં આવે. આવતીકાલથી વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટાર સીનર્જી હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, ઓલમ્પક્ષ હોસ્પિટલ, HCG હોસ્પિટલ, સ્પંદન હોસ્પિટલ, પ્લેક્સ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, બેકબોન હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ અને એચ. જે. દોશી હોસ્પિટલમા ડો.જયદીપ દોશી, ડો. મનદીપ ,ડો. વિશાલ પોપટ,ડો. અભિષેક રાવલ ,ડો.વર્શિલ હાથી,ડો. કિંજલ ભટ્ટ ડો. નિખિલ પંચાણી ,ડો. તુષાર ભટ્ટ સહિતના 27 ડોક્ટર સેવા આપે છે. જેમની સારવાર બંધ રાખવાનુ જાહેર કરાયું છે.