પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભારત સરકાર દ્વારા તમામ નગર પાલિકાઓમાં સ્વસ્થતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે.
.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ભાગરૂપે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડને બાતમી મળેલી કે કાલોલ જીઆઇડી સાઈડથી ઇકો કારમાં પ્લાસ્ટિક ભરીને શહેરા નગરમાં વેચાણ કરવા માટે વેપારી આવેલ છે. જેને ધ્યાનમાં રાખી નગરપાલિકાની ટીમે વોચ ગોઠવી અને પ્લાસ્ટિક વેચાણ કરતા વેપારીને ઝડપી પાડી તેની પાસેથી 40 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યા છે અને રૂપિયા 9000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.