બીડી સિગરેટ તમાકુ એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ક્યારેક એવા કિસ્સા સામે આવતા હોય છે કે ખરેખર તેનું વ્યસન કેટલું ગંભીર છે તે સમજાય આવે છે. આવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાતના પાલનપુરના એક 45 વર્ષીય યુવક સાથે બન્યું હતું. ખેત
.
યુવકના હૃદયમાં લોહીની ગાંઠો થઈ ગઈ હતી અમદાવાદ ખાતે આવેલી મરેંગો સિમ્સ હોસ્પિટલમાં તાજેતરમાં જ એક દર્દી આવ્યા હતા. જેમને થોડા સમય પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ નજીકની પાલનપુરની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જાણવા મળ્યું હતું કે, તેમના હૃદયમાં લોહીની ગાંઠો થઈ છે જે છૂટી પડીને મગજ સુધી પહોંચી જતા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જેને કારણે આ દર્દી પથારીવશ થઈ ગયા હતા. લગભગ એક મહિના કરતાં પણ વધુ સમય સુધી પથારી વર્ષ રહ્યા બાદ તેમને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થિંગ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 45 વર્ષ થયા દર્દીના રિપોર્ટ કરીને તપાસતા તબીબોને જાણવા મળ્યું હતું કે, દર્દીના હૃદયની કેવીટીમાં 70 ટકા જેટલી લોહીની ગાંઠો છે એટલે કે, જે જગ્યામાં લોહીનો પમ્પિંગ થતું હોય ત્યાં ગઠ્ઠા બાજી જવાથી હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ હતી જેથી તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી.
આર્ટિફિશિયલ હૃદયના સપોર્ટથી દર્દીને જીવંત રાખાયો હતો અમદાવાદની મરેંગો સિમ્સ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા દર્દીને ઓપન હાર્ટ સર્જરી કરીને આ 45 વર્ષે દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ કેસ બાબતે ડોક્ટર ધવલ નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્લભ સર્જરી હતી. કારણ કે દર્દીનું હૃદય 70 ટકા જેટલું લોહીના ગઠ્ઠાઓથી ભરાઈ ગયું હતું. રેર બનતી ઘટનાઓ અને કેસમાંનો એક કેસ હતો. કારણ કે દર્દીને હૃદય રોગના હુમલો પણ આવ્યો હતો જેથી તેની સર્જરી કરવી મુશ્કેલ હતી. તેમ છતાં સમગ્ર ટીમના સહારાથી લગભગ ચાર કલાક જેટલી સર્જરી કરીને દર્દીની સારવાર કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન દર્દીને હૃદય બંધ કરીને તેને આર્ટિફિશિયલ હૃદયના સપોર્ટથી જીવંત રાખવામાં આવ્યા હતા. આ લોહીની ગાંઠ સામાન્ય સરખામણીમાં આઠથી દસ ગણી મોટી અને હૃદયની અંદરની દિવાલ સાથે એકદમ ચોટેલી હતી તેથી તેને દૂર કરવી પણ મુશ્કેલ ભર્યું હતું. આ ઉપરાંત દર્દીને વર્ષોથી બીડી પીવાનું વ્યસન હોવાને કારણે પણ આ ગાંઠ બાજી ગઈ હોઈ શકે છે. સર્જરી બાદ લગભગ એક સપ્તા પછી દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં તે દર્દીની સ્થિતિ સ્વસ્થ છે અને તેની જે સ્ટોક આવ્યો હતો તેની અસર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં દેખાઈ રહી છે. હાલમાં દર્દી પહેલાંની સરખામણીમાં 70થી 75 ટકા થયું છે.