જૂનાગઢ એસ.ઓ.જી.એ નશાના દૂષણ સામે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાંક અને ટીમે કાર્યવાહી કરી. આરોપી તુષાર બાલકૃષ્ણ ટાટમીયાને અગ્રાવ
.
આરોપી પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું છે. જેની બજાર કિંમત રૂ.46,600 છે. વધુમાં રૂ.5,000નો મોબાઇલ ફોન અને રૂ.30,000ની મોટરસાયકલ મળી આવી. કુલ રૂ.81,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીના રિમાન્ડની માંગણી કરશે. ડ્રગ્સનો સ્ત્રોત અને તેના વેચાણના નેટવર્કની તપાસ ચાલી રહી છે.
આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. પી.સી. સરવૈયા, પો.ઇન્સ. એમ.વી. રાઠોડ, એ.એસ.આઇ. એમ.વી. કુવાડીયા સહિત પોલીસ કર્મચારીઓની ટીમનો સમાવેશ થાય છે. જૂનાગઢ પોલીસ નશીલા પદાર્થોના વેચાણને રોકવા અને યુવાનોને બચાવવા સતત કાર્યરત છે.


