દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથક સ્ટાફે ડુંગરી તરફથી નંબર વગરની બોલેરો પીકઅપ ગાડી નો શક પડતાં પોલીસે પીછો કરી તેની શોધખોળ કરી હતી. ત્યારે ખરવાણી ગામે માજી સરપંચ ફળિયામાં હતેશ ગૌતમ મકવાણાના ઘર આંગણામાં ઉભેલી મળી આવી હતી. તપાસ કરતા પીકઅપમાં કે ઘરમાં કોઇ
.
દાહોદ તાલુકાના ખરોદા આલની તળાઇ રસ્તા ઉપરથી ખરોદા ગામના સુભાષ હિરા નીનામા કહેવાથી મધ્યપ્રદેશથી મોટર સાયકલ ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને આવતાં ખરોદા ગામના નકુ રાજસીંગ નીનામાને પકડી પાડ્યો હતો. 3120 રૂપિયાની દારૂની 24 બોટલ અને બાઇક મળી 38120 રૂપિયાનો મુદ્દામાલ તાલુકા પોલીસે જપ્ત કરી ત્રણ સામે કાર્યવાહી કરી હતી. ધાનપુર તાલુકાના રાછવા ગામે વોચ ગોઠવી બાઇક ઉપર દારૂ લઇને આવતાં ઝાબુ ગામના દીલીપ પરમારને પકડી પાડ્યો હતો. 4550 રૂપિયાની દારૂની 35 બોટલ અને બાઇક મળી 29550 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગરબાડા તાલુકાના ઝરીભુજર્ગ ગામેથી 3640 રૂપિયાની ઇગ્લિશ દારૂ અને બીયરની 28 બોટલ તથા બાઇક મળી 29260 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝાબુઆના ધરમસિંગ હઠીલાને તથા મીનાક્યાર ગામેથી 4940 રૂપિયાની ટીન બીયરના 38 નંગ તથા બાઇક મળી 29940 મુદ્દામાલ સાથે અલીરાજપુરના અરવિંદ મોહણીયાને ઝડપી પાડી ગરબાડા પોલીસે બન્ને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દેવગઢ બારિયા પોલીસે કુવા ગામના ભોપતભાઇ ઉર્ફે ભોતી ગરાસીયાના ઘરે રેઇડ કરી બીયરની 18 બોટલ જેની કિંમત 2340 રૂપિયાની સાથે તેને પકડી પાડ્યો હતો.