Surat News : ગુજરાતના સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડી
કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી. જે દરમિયાન પાણીની સાથે ભૂલમાં સેલફોસ નામની દવા ભળી ગઈ હતી. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને અસર થઈ હતી.