ગુજરાતના આદિજાતિના 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કવોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન:બહાલ કરવાની માંગણી ઉઠાવી રાજકોટમા છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા આ અંગે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટર કચેરી ખાતે છાત્ર યુવા સંગઠન સમિતિના હોદેદારો
.
50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહેશે આ અંગે છાત્ર યુવા સંગઠન સમિતિના સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, આદિજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજનામાં મેનેજમેન્ટ કવોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી સરકાર ખૂબ જ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનના કારણે આદિજાતિ સમાજના 50 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે. આ અંગેના પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકન્ટ કવોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓ જેને વેકન્ટ કવોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં એવો પરિપત્ર થયો છે.
વિદ્યાર્થીઓને થતો અન્યાય બંધ કરવા માગ ઊઠી હતી જેને કારણે અનુ.જનજાતિની રાજયની અલગ-અલગ કચેરીઓ દ્વારા વેકન્ટ કવોટામાં પ્રવેશ પણ આપી દીધો છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ હવે શિષ્યવૃત્તિથી કઈ રીતે વંચિત રહી શકે એવો પ્રશ્ન ઉઠાવી આ વિદ્યાર્થીઓને થતો અન્યાય બંધ કરી શિષ્યવૃત્તિને પુન:બહાલ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી.