વિજ કંપની પીજીવીસીએલ સામે ખાનગી કોન્ટ્રાક્ટરોએ જંગ શરૂ કરવાનું એલાન કર્યું છે. વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. માંગ સ્વીકારવામાં ન આવતા 500 કોન્ટ્રાક્ટર સાંજથી બેમુદતી હડતાળ પર ઉતરી ગયા છે. કોન્ટ્રાક્ટરોની
.
કચ્છ-સૌરાષ્ટ્ર ડીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના ગોપાલ માતાએ જણાવ્યું હતું કે, બપોરે વિજતંત્રને વિવિધ કોન્ટ્રાક્ટરમાં ભાવવધારો આપવાની માંગ સાથે આવેનપત્ર આપવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા કોઇ હકારાત્મક વલણ અપનાવવામાં ન આવતા સાંજથી જ હડતાળ શરૂ કરીને કામ થંભાવી દીધું હતુ. બપોરે વિજ કચેરીએ આવેદન આપવાના કાર્યક્રમમાં પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ઉમટેલા અંદાજીત 500 કોન્ટ્રાક્ટરોએ મીટીંગ યોજી હતી. ભાવ વધારાની માંગ ન સ્વીકારવામાં આવતા સાંજની જ કામ બંધ કરી દીધું હતું.
એસોસીએશને આવેદનપત્રમાં એમ કહ્યું છે કે 2 વર્ષથી ભાવવધારા માટે માંગ કરવામાં આવે છે. એમજીવીસીએલ જેવી અન્ય ત્રણ કંપનીઓના ધોરણે ભાવ આપવાની માંગ છે. હાલ પીજીવીસીએલ તથા એસજીવીસીએલ વચ્ચે 35 થી 40 ટકાનો તફાવત છે. દિવાળી ટાણે 11 ટકાનો ભાવવધારો આપવામાં આવ્યો હતો. પરંતુ તે મામૂલી હોવાથી મંજુર નથી. કોન્ટ્રાક્ટરો વરસાદ, વાવાઝોડા કે ગમે તેવા પ્રતિકુળ વાતાવરણમાં રાત દિવસ કામ કરે છે. વીજ નેટવર્ક જાળવવાની મહેનત છતાં વ્યાજબી વળતર આપવામાં આવતું નથી. લાઇનકામ, વાહન ભાડા, ટીસી રીપ્લેસમેન્ટ, ફેબ્રીકેશન, લોર્ડીંગ-અનલોર્ડીંગ જેવા મહત્વના કાર્યો કરવામાં આવે છે. બેઠકમાં એવો ઠરાવ કરાયો હતો કે વિજતંત્ર દ્વારા રજુઆત બાદ તત્કાળ કોઇ નિર્ણય કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટરો હડતાળ પાડી હતી.