દાહોદ જીલ્લામા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરવાની કામગીરી હાલ પુર જોશમા ચાલી રહી છે, ત્રણ દિવસની ઝુંબેશ દરમ્યાન 1 લાખ જેટલા લોકોનુ કેવાયસી પુરુ કરતા જીલ્લાની ટકાવારી 48.72 ટકા સુધી પહોંચી છે.
.
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા સહિતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઈ-કેવાયસી ફરજીયાત બનાવાયું છે. ત્યારે દાહોદ જીલ્લામાં માઈગ્રેશન સહિતના પડકારોના કારણે ઈ-કેવાયસીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓની ટીમો બનાવીને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરી તેમજ સરકારી દુકાનો પર કેમ્પ કરવા છતાં અત્યાર સુધી 48.72 ટકા જેટલી કામગીરી પુરી થઈ શકી છે, વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરીમાં ઝડપ આવે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. અને ડીસેમ્બરના અંત સુધીમા 100 ટકા કામગીરી પુર્ણ કરવા કવાયત હાથ ધરવામા આવી છે.
ગુજરાત સરકાર દ્વારા તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજીયાત બનાવવામાં આવી છે. જેને લઈનિ દાહોદ જીલ્લામાં પણ NFSA, NON NFSA, APL-1 અને 2, BPL અને અંત્યોદય સહિતની તમામ કેટેગરીના રેશનકાર્ડમા સમાવિષ્ટ તમામ સભ્યોનુ ઈ-કેવાયસી કરવાનું થાય છે. જેને લઈને જીલ્લામા ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે, દાહોદ જીલ્લાના 4,16,606 રેશનકાર્ડ પૈકી અત્યાર સુધીમાં 309374 રેશનકાર્ડનું જ ઈ-કેવાયસી થઇ શક્યું છે. જ્યારે જન સંખ્યાની પ્રમાણે જીલ્લાની કૂલ વસ્તી 22,64,030 નોધાયેલ છે, જેમાથી 11,03,069 લોકોનુ ઈ-કેવાયસીની કામગીરી પૂરી કરવામા આવી છે. ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત કચેરી, સરકારી અનાજની દુકાન પર ઈ-કેવાયસી કેમ્પનુ આયોજન અને સતત મોનિટરીંગ છતાં 48.72 ટકા જેટલી કામગીરી પુરી થઈ શકી છે. જેથી બાકી રહેલ 51.28 કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે પુરવઠા તંત્ર દ્વારા તાલુકા ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની ચાલતી કામગીરી બાબતે જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવાએ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લામા ગ્રામ પંચાયત કચેરી, સરકારી અનાજની દુકાન પર ઈ-કેવાયસીની કામગીરી શરુ કરવામા આવી છે, ગ્રામ પંચાયત પર VCE મારફતે કામગીરી કરવામા આવી રહી છે, જેના કારણે ઝડપથી ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે, તાલુકા કક્ષાએ, મામલતદાર સહિતની ટીમો ઈ-કેવાયસી ઝડપથી પુર્ણ થાય તે માટે ના પ્રયત્નો કરી રહ્યા છે, અને ડીસેમ્બરના અંત સુધીમા કામગીરી પૂરો કરવાનો લક્ષ્યાક છે, તેમ જણાવ્યુ હતુ.
વધુમા જીલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા હવે યોજનાનો લાભ આપવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરવામા આવેલ છે, જેથી તમામ લોકોએ ઈ-કેવાયસી પોતાની ફરજ સમજી કરાવી લેવુ જોઈએ, ઈ-કેવાયસી માટે સરકારે MY RATION એપ્લિકેશનનો વધુમા વધુ ઉપયોગ કરીને પોતાનુ ઈ-કેવાયસી ઘરે બેઠા જ કરી શકે છે. તેમ જણાવ્યુ હતુ.
ગ્રામ પંચાયત કચેરી પર VCE દ્વારા ઈ-કેવાયસી નિશુલ્ક કરાશે જીલ્લા વિકાસ અધિકારી મિતેશ વસાવા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને સરકારી અનાજની દુકાન ઉપર ઈ-કેવાયસી કરવાની સુવિધા ઉપલબ્ધ છે અને ઈ-કેવાયસી કરાવતા લોકોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી, રાજ્ય સરકાર દ્વારા ઈ-કેવાયસીની સુવિધા મફતમા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે લોકોએ પોતાના ગામનાની ગ્રામ પંચાયત પર જઈને ઈ-કેવાયસી કરાવી લેવુ જોઈએ તેમ જણાવ્યુ હતુ.
MY RATION એપ્લિકેશન મારફતે વધુ ઈ-કેવાયસી થયા દાહોદ જીલ્લાની કુલ વસ્તી 22,64,030 નોધાયેલ છે, જેમાથી 11,03,069 લોકોનુ ઈ-કેવાયસીની કામગીરી પૂરી કરવામા આવી છે. જેમા MY RATION એપ્લિકેશન મારફતે 7,49,045 લોકોએ ઈ-કેવાયસી કરાવ્યુ છે, જાહેર ગ્રામ પંચાયત પર VCE મારફતે 4,11,154 લોકોએ ઈ-કેવાયસી કરાવ્યુ છે.
દાહોદ જીલ્લામા દેવગઢ બારીઆ તાલુકામા સૌથી વુધ 65.52 ટકા ઈ-કેવાયસી પુર્ણ દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમા લોકો સુધી ઈ-કેવાયસી બાબતની જાણકારી લોકો સુધી નહિ પહોંચવાના કારણે 100 ટકા કામગીરી પુર્ણ થઈ શકી નથી ત્યારે દેવગઢ બારીઆ તાલુકામા 65.52 ટકા જેટલી ઈ-કેવાયસીની કામગીરી પુર્ણ કરી દેવામા આવી છે, જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ફતેપુરામા 54.89 ટકા, ઝાલોદમા 45.29, લીમખેડામા 49.26, દાહોદમા 38.17, ગરબાડામા 47.87, ધાનપુરમા 46.15, સંજેલીમા 57.49, સીંગવડમા 49.58 ટકા કામગીરી નોંધાઈ છે.