સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 17મી નેશનલ યુથ પાર્લામેન્ટની સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમ ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવન ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ અનુસ્નાતક વિભાગોના 55
.
કાર્યક્રમમાં આણંદના સાંસદ મીતેશભાઈ પટેલ, રાષ્ટ્રીય યુવા સંસદના ગ્રુપ કોઓર્ડિનેટર ડૉ. દિનેશ અરોરા અને નલિની કોલેજના આચાર્ય ડૉ. બી.એમ.પરમાર પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ અને કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ સહિત અન્ય અધ્યાપકો પણ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ એક રાષ્ટ્ર એક ચૂંટણી, યુનિફોર્મ સિવિલ કોડ, પ્રદૂષણ અને ડેટા પ્રોટેક્શન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સંસદીય પદ્ધતિથી ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે સંસદીય લોકશાહીની કાર્યપ્રણાલી વિશે પણ સમજ મેળવી હતી.

કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું કે આ યુથ પાર્લામેન્ટથી વિદ્યાર્થીઓને લોકતાંત્રિક મૂલ્યોને સમજવાનો અવસર મળ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને ભારતના ભાવિ સાંસદો ગણાવ્યા અને કહ્યું કે આ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું પગલું સાબિત થશે.
