– શેરમાર્કેટ, ક્રિપ્ટો અને ગોલ્ડમાં રોકાણના બહાને વૃદ્ધ અને મ્યુનિ. અધિકારી પાસે તેમજ ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધના રૂ.3.34 કરોડ પડાવ્યા હતા
– સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલા આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ.11.59 કરોડના વ્યવહારો થયા છે : ઝડપાયેલાના એકાઉન્ટ ઉપર સાયબર પોર્ટલમાં 85 ફરિયાદ છે
સુરત, : સુરતમાં શેરમાર્કેટ, ક્રિપ્ટો અને ગોલ્ડમાં રોકાણના બહાને વૃદ્ધ અને મનપાના અધિકારી પાસે તેમજ ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધ પાસે રૂ.3.34 કરોડ પડાવનાર સાયબર માફિયાઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપનાર-અપાવનાર સુરતના 6 અને અમદાવાદના 4 મળી વધુ 10 ની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલા આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ.11.59 કરોડના વ્યવહારો થયા છે.જયારે ઝડપાયેલાના એકાઉન્ટ ઉપર સાયબર પોર્ટલમાં 85 ફરિયાદ છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં શેરમાર્કેટ, ક્રિપ્ટો અને ગોલ્ડમાં રોકાણના બહાને વૃદ્ધ અને મનપાના અધિકારી પાસે તેમજ ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધ પાસે રૂ.3.34 કરોડ પડાવનાર સાયબર માફિયાઓ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ગુના નોંધી તેની તપાસ હાથ ધરી હતી.સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય ગુનામાં ગતરોજ કમિશનથી એકાઉન્ટ ભાડે આપનાર-અપાવનાર સુરતના 6 અને અમદાવાદના 4 મળી 10 ની ધરપકડ કરી હતી.સાયબર ક્રાઈમ પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તે પૈકી અમદાવાદનો કોમન સર્વિસ સેન્ટર ચલાવતો પાર્થ પરમાર લોકો પાસે બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર લઈ ઓપરેટ કરતો હતો.જયારે અન્યો એકાઉન્ટ ભાડે આપવામાં કે અપાવવામાં સામેલ હતા.
સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલા આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ.11.59 કરોડના વ્યવહારો થયા છે.જયારે ઝડપાયેલાના એકાઉન્ટ ઉપર સાયબર પોર્ટલમાં 85 ફરિયાદ છે.સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ગુનામાં કુલ રૂ.32,27,163 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ કર્યા છે.ત્રણેય ગુનાની વધુ તપાસ પીઆઈ આર.આર.દેસાઈ અને પીઆઈ એન.આર.પટેલ કરી રહ્યા છે.
કોણ કોણ ઝડપાયું
(1) નોકરીયાત અમિતકુમાર કનૈયાલાલ કડીયા ( ઉ.વ.41, રહે.ઘર નં.585, બીજો માળ, પુનિત પોળ, વાડીગામ, દરિયાપુર દરવાજા પાસે, દરિયાપુર, અમદાવાદ )
(2) કોમન સર્વિસ સેન્ટર સંચાલક પાર્થ ભરતભાઇ પરમાર ( ઉ.વ.25, રહે.એ-1, 401, સારથી પરિસર, અડાણી સર્કલની પાસે, એસ.પી.રીંગરોડ, રામોલ, અમદાવાદ. મુળ રહે.ધોળા, તા.ઉમરાળા, જી.ભાવનગર )
(3) બેકાર ભરત જોધાભાઇ કાતરીયા ( ઉ.વ.37, રહે.428, બીજો માળ, મુક્તિધામ સોસાયટી, અર્ચના સ્કુલ પાસે, પુણાગામ, સુરત. મુળ રહે.રાતોલ, તા.મહુવા, જી.ભાવનગર )
(4) ટેક્ષટાઈલ ધંધાર્થી અનિલ જગદીશભાઇ કલસરીયા ( ઉ.વ.26, રહે.આઇ-801, સુમન સંગીની, પરવત પાટીયા, પુણાગામ રોડ, સુરત. મુળ રહે.બિલા, તા.જેસર, જી.ભાવનગર )
(5) બેકાર હાર્દિક મુકેશભાઇ કચ્છી ( ઉ.વ.26,રહે.એ-65, મારૂતિધામ સોસાયટી, ઉમરાગામ, વેલંજા, ઉમરા-સાયણ રોડ, સુરત. મુળ રહે.સાણથલી, તા.જસદણ, જી.રાજકોટ )(6) રત્નકલાકાર જયદેવ મધુભાઇ ગરણીયા ( ઉ.વ.30, રહે.સરીતા સાગર સોસાયટી, કેશવ કોમ્પ્લેક્ષની પાછળ, છાપરાભાઠા, અમરોલી, સુરત. મુળ રહે.ચાવણ, તા.લાઠી, જી.અમરેલી )(7) રીક્ષા ચાલક અભિષેક મનોજકુમાર મિશ્રા ( ઉ.વ.25, રહે.1, કેકાની વાડી, જલારામ મંદિરની ગલીમાં, સિંગણપોર, સુરત. મુળ રહે.ઉત્તરપ્રદેશ )
(8) બેકાર જીગ્નેશ વલ્લભભાઇ ભલાણી ( ઉ.વ.28, રહે.79, 80, કૃષ્ણા નગર, મલ્ટી પર્પઝ હોલની બાજુમાં, સિંગણપોર, સુરત. મુળ રહે.અમરગઢ, તા.સિહોર, જી.ભાવનગર )
(9) ટેક્ષી ડ્રાઈવર મુકેશભાઇ મગનભાઇ પટેલ ( ઉ.વ.51, રહે.ફલેટ નં.બી/303, શ્યામ પરિસર, નંદનવન ફલેટની સામે, શ્યામ ફાર્મ, કલ્યાણચોક, નિકોલ-નરોડા રોડ, અમદાવાદ. મુળ રહે.મહેરવાડા, તા.ઉંઝા, જી.મહેસાણા )
(10) નોકરીયાત મેહુલ રણછોડભાઇ પટેલ ( ઉ.વ.37, રહે.ફલેટ નં.એચ/502, સર્વે નં.328/1, સુહાસ ઓરમ, સુરા રેસીડેન્સીની પાછળ, શ્યામ ફાર્મ, કલ્યાણચોક, નિકોલ-નરોડા રોડ, અમદાવાદ. મુળ રહે.ખટાસણા, તા.ઉંઝા, જી.મહેસાણા )