મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં પોલીસે જુગારની રેડ પાડી છે. રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂ.31,620ની રોકડ કબજે કરવામાં આવી છે.
.
પકડાયેલા આરોપીઓમાં જેરામભાઈ મેરાભાઈ ચરમારી (34), કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી (55), મુકેશભાઈ ભીખાભાઈ લોલાડીયા (36), ધારાભાઈ દેવશીભાઈ રાતડીયા (40), મહેશભાઈ બાલાભાઈ જીંજવાડીયા (40) અને મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઈ પાટડીયા (34)નો સમાવેશ થાય છે. હળવદ તાલુકા પોલીસે આ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરી મેઈન રોડ પર વરલી મટકાની પ્રવૃત્તિ ઝડપાઈ છે. એલસીબીની ટીમે રેડ દરમિયાન અવેશ અયુબભાઈ કાસમાણી (26)ને પકડ્યો છે. તેની પાસેથી રૂ.12,000ની રોકડ અને રૂ.5,000નો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રઉફ દોલાણીનું નામ સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. કુલ મળીને રૂ.17,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.