બોટાદ જિલ્લામાં હિરા ઉદ્યોગમાં મંદિએ ભરડો લીધો છે જેના કારણે રત્ન કલાકારોની માઠી દશા બેઠી છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસો દ્વારા 65 લાખના ખર્ચે ફૂડકિટ તૈયાર કરેલ છે. જે હrરા વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક-ય
.
બોટાદ ડાયમંડ એસોસિયેશન દ્વારા હીરાના કારખાના માલિકો સાથે મિટિંગનું આયોજન થયું હતું. બોટાદ જિલ્લામાં 1500થી વધારે હીરા ઘસવાના કારખાનાઓ આવેલા છે, પરંતુ વૈશ્વિક મંદીનાં કારણે દિવાળી પછી અનેક કારખાનાઓ ખુલ્યા જ નથી તો કેટલાક કારખાના ઓ માત્ર રત્ન કલાકારોના નિભાવ માટે શરૂ રાખવામાં આવ્યા છે. ત્યારે વૈશ્વિક મંદિરની અસરમાં સપડાયેલ રત્ન કલાકારો નિરાધાર યુવાન- યુવતીઓ અને વિધવા બહેનો માટે સહાયરૂપ કીટ વિતરણ કરવાનું આયોજન કરાયું છે.
અંદાજિત 65 લાખ રૂપિયા જેટલી કિંમતની 6000 જેટલી ફૂડ કીટો બનાવી છે. ફૂડકિટમા શીંગતેલ, ચોખા, ચણાદાળ, મગદાળ, તુરદાળ,નમક, મરચું, ખાંડ, ચા, સાબુ, ધાણાજીરું સહિતની વસ્તુની ફૂડકિટ તમામ લાભાર્થી રત્ન કલાકારોને આપવામાં આવશે.
બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ 70,000થી વધારે રત્ન કલાકારો,હીરા ઘસુઓની સ્થિતિ કફોડી છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન,મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી, વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્નકલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવા માટે અને આ તમામ રત્ન કલાકારોનું ઓળખકાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરવા તેમજ રત્ન કલાકારોને સરકાર સહાય આપે તેવી રજૂઆત કરવા માટે જવાનું હોય તે માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી છઠ્ઠી જાન્યુઆરીના રોજ કીટ વિતરણ સાથે મહાબ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થશે. ત્યારે સમગ્ર આયોજન અંગે બોટાદ ડાયમંડ એસો દ્વારા મિટિંગ યોજાઈ હતી, તેમ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુએ મીડિયાને માહિતી આપી હતી.