રાજ્યના ચકચારી GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલિંગ કૌંભાડ મામલે મોટી કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દ
.
પોલીસે વધુ 7 આરોપીની કરી ધરપકડ
પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી પોલીસે બે દિવસ પૂર્વે કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જયારે આ જ ગુનાની તપાસ આગળ વધારતા પોલીસને વધુ સાત આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જેમાં પોલીસે લખુભા નાનભા જાડેજા, શૈલેષ ઘનશ્યામ પટેલ, પાર્થ મનોજ રોજવાડીયા, ભેરુસિંહ શંકરસિંહ રાજપુત, મનીષ બળવંત જોબનપુત્રા, અલ્પેશ ગોબરભાઇ હિરપરા અને ફિરોઝ અબ્દુલ જુણેજાની ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રિમાન્ડ અર્થે લઇ જવાતા કોર્ટે 30 નવેમ્બર 2024 સુધી એટલે કે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
અગાઉ પકડાયેલ 5 આરોપીઓ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આજથી 20 દિવસ પહેલા માહિતી મળી હતી કે, બોગસ પેઢી ઉભી ખોલી તેના આધારે બોગસ GST બિલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. માહિતીના આધારે આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી જેમાં ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવા માટે આપેલા હતા. જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી.એ. એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.
કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ
કોઈ પણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને પ્રોડક્ટ વેચતી હોય તેમાં ટેક્સ ભરી દીધો છે એ મુજબ બિલ બનાવે છે. જે ખોટા બિલ હોય છે અને ફાઇનલ જે એન્ડ પ્રોડક્ટ બિઝનનેસમેન હોય જે આ પ્રકારની કંપનીઓ છે તે આ મુજબ બિલો મેળવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય છે. જેથી, GST ઓછું ભરવાનું થાય અને બચત થઇ શકે. આ એક કૌભાંડ છે જે પકડી પાડવામાં આવ્યું છે.
પાર્થરાજસિંહ ગોહિલ, DCP ક્રાઇમ બ્રાન્ચ
પરમાર એન્ટરપ્રાઇઝમાં 61 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું
અત્યાર સુધીની તપાસમાં મુખ્ય જે ફરિયાદમાં છે, તે પરમાર એન્ટરપ્રાઇઝમાં 61 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ અલગ-અલગ કંપનીની તપાસ ચાલુ છે એટલે આ કૌભાંડમાં હજુ પણ આંક વધે એવી શક્યતા સેવાઈ રહી છે. તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી એ એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી. તેમની એક ડી. એ. એન્ટરપ્રાઇઝ મનોજ લાંગાના નામની છે અને તે મહેશ લાંગાના સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.