વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે આ કેસની પેપરબુક જે ઓલરેડી સોફ્ટ કોપીમાં તૈયાર થઈ ગઈ છે, તે 7.88 લાખ પેજની પેપર બુક આશરે 155 પોટલામાં હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આજે વડોદરાના આરોપી રફિયુદ્દીન કાપડિયા
.
કયામુદ્દીને હાલોલ અને કેરળના આતંકી કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી આરોપીના વકીલે પંચો અને સાહેદોના નિવેદનને આધારે રજૂઆત કરી હતી કે, આ કેસમાં રફિયુદ્દીનનો ભાઈ કયામુદ્દીન કાપડિયા SIMIનો કાર્યકર હતો. કયામુદ્દીને હાલોલ અને કેરળના આતંકી કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી. કયામુદ્દીન કાપડિયા વાપીમાં રોકાયો હતો. પોલીસ તેને શોધતી આવી હતી પણ તે વાપીથી ભાગી છૂટ્યો હતો. રફીઉદિને તો પોલીસને તેના ભાઈને શોધવામાં તપાસમાં સહકાર આપ્યો હતો.
ટ્રેનિંગની જગ્યાએ એક પછી એક આરોપીને લઈ જવાતા હાલોલ કેમ્પમાં 20થી વધુ આરોપીઓએ ભાગ લીધો હતો. અહીં આરોપીઓ એક દરગાહ ખાતે ગયા હતા અને ત્યાંના મુસાફરખાનામાં રોકાયા હતા. આરોપીઓ ગાડી અને બાઈકો લઈને ત્યાં પહોંચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેઓ અહીં ટ્રેકિંગ માટે આવ્યા છે. તેઓ વહેલી સવારે જંગલમાં નીકળી જતા હતા અને રાત્રે પરત આવતા હતા. આ ટ્રેનિંગની જગ્યાએ એક પછી એક આરોપીને લઈ જવાયા હતા.
ધાર્મિક કાર્યક્રમ સમજીને આ કેમ્પ માટે નીકળ્યો હતો આરોપીઓ જાન્યુઆરી, 2008માં હાલોલ કેમ્પમાં ગયા હતા. કયામુદ્દીન કેરાલા ખાતે યોજાયેલ આતંકી કેમ્પમાં પણ ગયો હતો. તેને ખબર હતી કે, તેના પિતા તેને ગુજરાત નહીં જવા દે એટલે તેણે પોતાના મોટા ભાઈને રફિયુદિનને આગળ ધરીને તેને સાથે લઈને ગુજરાત આવ્યો હતો. કેમ્પમાં પહોંચ્યા બાદ રફીઉદિનને ખબર પડી હતી કે, આ SIMIના કાર્યકરોનો કેમ્પ છે, જે સંગઠનને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે. તેને એમ કે અહીં ધાર્મિક કાર્યક્રમ હશે. જેથી, તે આ કેમ્પમાંથી નીકળી ગયો હતો.
કેમ્પમાં જેહાદી વાતો કરવામાં આવી હતી બકરી ઈદના દિવસે ગુજરાતમાં આગામી સમયમાં SIMIનો કેમ્પ યોજાશે એવું નક્કી થયું હતું. જેમાં SIMI સાથે સંકળાયેલ સફદર નાગોરી ગુજરાત આવ્યો હતો. તેને હાલોલની જગ્યા બતાવતા તેને તે પસંદ આવી હતી. હાલોલ કેમ્પમાં આરોપીઓ અલગ-અલગ રાજ્યમાંથી આવ્યા હતાં. જેમાં કયામુદ્દીને પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. આ કેમ્પમાં જેહાદી ભાષણ અને જન્નતની વાતો કરવામાં આવી હતી. આરોપીઓએ ભીડવાળી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું આયોજન કર્યું હતું.

આરોપી 18 વર્ષથી જેલમાં છે આમસ આરોપી સફીઉદ્દીન પર SIMIનો કાર્યકર હોવાનો આરોપ છે. વળી તેને હાલોલ કેમ્પમાં ભાગ લીધો હોવાનો આરોપ છે. તેને અન્ય આરોપીની જેમ કોઈ ટેલિવઝન ચેનલને મેઇલ કરીને ધમકી આપી નહોતી. જોકે, સેશન્સ જજના ચુકાદા મુજબ આ ઘટનામાં સામૂહિક જવાબદારી બને, તેથી આરોપીને સજા કરાઇ છે. સફયુદ્દીન SIMIનો કાર્યકર હોવાનો કોઈ પુરાવો નથી, આરોપી 18 વર્ષથી જેલમાં છે. તેની બાકીની સજાને મોકૂફ કરવામાં આવે.
આવતીકાલે વધુ સુનાવણી યોજાશે સામે સરકારી વકીલે દલીલો કરી હતી કે, 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ એક સુનિયોજિત કાવતરું હતું. આ ઘટના પહેલા અને ઘટના પછીના કાવતરાના સંજોગો જોવા જરૂરી છે. એક આરોપી નિવેદન મુજબ ડિસેમ્બર 2007માં કેરાલા ખાતે અને જાન્યુઆરી 2008માં હાલોલ ખાતે SIMIનો કેમ્પ યોજાયો હતો. બકરી ઈદ ઉપર પ્રતિબંધિત SIMI સંગઠનનો અગ્રણી સફદર નાગોરીએ કહ્યું હતું કે, ગુજરાતમાં SIMIનો કેમ્પ યોજાવવો જોઈએ. તેમાં હાલોલની દરગાહ વાલી જગ્યા પસંદ કરવામાં આવી હતી. આ મુદ્દે વધુ સુનવણી આવતીકાલે યોજાશે.