સુરેન્દ્રનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ઝાલાવાડના થાન-ચોટીલા અને સાયલામાં ભૂસ્તર વિભાગની ટીમ પર 4 એટેક, લીઝધારકો સિવાયની ખનીજચોરીમાં 336 કેસ કરી રૂ.7.33 કરોડનો દંડ વસૂલાયો
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયા સક્રિય બનતાં ખનીજ ખનનની પ્રવૃત્તિ બેફામ બની છે. બીજી તરફ એપ્રિલ-23થી લઇને અત્યાર સુધીમાં ખનીજ ટીમો ઉપર 4 હુમલા થઇ ચૂક્યાં છે. તંત્ર દ્વારા ગેરકાયદે ખનન સહિતના મુદ્દે 6 લીઝ બંધ કરાઇ હતી. હજુ પણ વધુ 80 જેટલી લીઝો બંધ કરવાની અને રૂ 30 કરોડની વસૂલાત માટે 250 લોકોને નોટિસ આપવાની કાર્યવાહીથી દોડધામ મચી છે. ઝાલાવાડમાં દર વર્ષે અંદાજે સરેરાશ રૂ. 6થી વધુ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ રહી છે. તેમ છતાં રેતી, પથ્થર, કાર્બોસેલ સહિતનું દિવસ-રાત બેરોકટોક રીતે ખનન થઇ રહ્યું છે. જિલ્લામાં સાયલા 121, થાન 74, વઢવાણ 56, મૂળી 56, લીંબડી 28, ચોટીલા 27, ધ્રાંગધ્રા 13, ચુડા 13, પાટડી 3 સહિત અંદાજે કુલ 406 લીઝધારકો તંત્રના ચોપડે નોંધાયેલા છે. પરંતુ તેની સામે એપ્રિલ-23 થી લઇને અત્યાર સુધી ગેરકાયદેસર ખનીજ ખનન-વહનમાં 336 લોકો સામે કેસ કરીને રૂ. 7.33 કરોડનો દંડ વસૂલાયો છે. આ દરમિયાન તંત્રની ટીમો ઉપર 4 વખત હુમલા પણ થઇ ચૂક્યાં છે. જેમાં થાન, ચોટીલામાં 1-1 તેમજ સાયલામાં 2 વાર આવી ઘટનાઓ બની હતી. જિલ્લામાં ખનીજ ચોરી મામલે અંદાજે 250 લોકોને બોજા સહિતની નોટિસ ફટકારીને રૂ. 30 કરોડની વસૂલાત માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યુ છે. અંગે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારી નિરવ બારોટે જણાવ્યું કે, ટીમો બનાવીને દરોડા કરાઇ રહ્યાં છે. ગેરકાયદેસર ખનિજની પ્રવૃતિ કરતા તત્વોને નોટીસ પણ ફટકારવામાં આવે છે.
કાયદેસર નોંધાયેલી 406 લીઝમાં ગેરકાયદ પ્રવૃત્તિ ચાલતાં 250