અમદાવાદ હાઇવે પર બેટી રામપર ગામમાં રહેતો ઉદય રાજુભાઈ મકવાણા (ઉ.વ.14) નામનો તરૂણ ગત તા.14/9 ના રોજ સવારનાં અગિયાર વાગ્યા આસપાસ સાઇકલ લઈ બેટી ગામે હાઈવે પર નાસ્તો લેવા ગયો હતો. ત્યારે હાઈવે પર કોઈ અજાણ્યા વાહનચાલકે સાઇકલ સવાર વિદ્યાર્થીને ઠોકરે ચડાવતાં
.
40 વર્ષીય યુવકનું ઝેરી દવા પી જતા મોત ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગરમાં રહેતાં વિજયભાઇ હસમુખભાઇ કોટક (ઉ.વ.40) નામના યુવાને ગઇકાલે સવારે ભક્તિનગર સર્કલ પાસે ઝેરી દવા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક વિજયભાઇએ ગઇકાલે ભક્તિનગર સર્કલ પાસે ઘઉમાં રાખવાની ટીકડી પી લીધી હતી દવા પીધા બાદ નાના ભાઇને ફોન કરીને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં અને સારવાર માટે ખસેડયા હતાં પરંતુ સાંજે તેમણે દમ તોડી દીધો હતો. વિજયભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે મવડી રોડ પર વાસણની દુકાન ચલાવતાં હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિલાનો પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત મવડીના ચાલીસ ફૂટ રોડ પર પ્રિયદર્શન સોસાયટી શેરી નં. 4માં રહેતાં રંજનબેન વિનોદભાઈ સરવૈયા (ઉ.વ.45) નામના મહિલાએ વહેલી સવારે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહિ કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા માનસીક બિમારી હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પતિ વિનોદભાઈ જાગ્યા ત્યારે પત્નિ સુતા હતાં. બાદ સવારે 6 વાગ્યે તેઓ જાગ્યા ત્યારે પત્નિ લટકતી હાલતમાં જોતા કલ્પાંત સર્જાયો હતો. મૃતકનાં પતિ સુથારી કામની મજૂરી કરે છે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
દેવું અને પત્ની સાથે ઝઘડાથી કંટાળી યુવકે ઘર છોડ્યું રાજકોટમાં રહેતાં રાહુલ બટુકભાઈ દેત્રોજાએ ગુમ નોંધ કરાવી હતી અને જણાવ્યું હતું કે, રેલનગર સરકારી આવાસ ક્વાર્ટર નં. એચ-12 માં રહેતાં ભાવેશભાઈ ભુપતભાઇ દેત્રોજા ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરેથી ગુમ થઈ ગયેલ છે. તેમને તેના મોટા ભાઈ જેન્તીભાઈને એક વીડિયો રેકોર્ડીંગ મેસેજ મોકલેલ જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ રૂપિયા હારી જતાં તે દેણાના ડુંગર નીચે આવી ગયો છે. તેમજ તેમની પત્ની સાથે પણ ઝઘડા થયાં કરતાં હોવાથી તે કંટાળી ગયો છે અને પોતે મરવા જાય છે તેવું કહ્યા બાદ ગાયબ થઈ ગયો છે અને તેમનો ફોન પણ બંધ આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુમ થનાર ભાવેશ મૂળ ધોરાજીના ભોળગામડા ગામનો વતની છે અને તે માધાપર ચોકડી પાસે આવેલ એક એજન્સીમાં નોકરી કરે છે અને તેના લગ્ન પાંચ માસ પહેલાં જ થયેલ છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુમ નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.