રાજકોટ મોરબી હાઇ-વે પર ગવરીદળ ગામમાં રહેતી પાયલ ચંદુભાઇ ગજેરા (ઉ.વ.17) સવારે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ, અહિ તબીબે તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જે બાદ હો
.
રાજેશ બારડ, મૃતક
વીજશોક લાગવાથી મોત નીપજ્યું
રાજકોટના કોઠારીયા રોડ પર નંદા હોલની પાછળ ખોડિયાર સોસાયટીમાં રહેતાં રાજેશ અરવિંદભાઇ બારડ (ઉ.વ.32) નામના યુવાનને સવારે ઘરે હતાં ત્યારે વીજકરંટ લાગતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ, અહિ તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. તેઓ બે બહેનના એકના એક મોટા ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. તે કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી કરતાં હતાં. પાણીની મોટરની સ્વીચ બંધ કરવા ગયા ત્યારે વીજશોક લાગવાથી મોત નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો
રાજકોટ ભગવતીપરા સુખસાગર હોલ પાછળ સમન્વય હાઇટ્સમાં રહેતા ભીમકેશ જગદીશભાઇ તીખાતરી (ઉ.વ.24) નામના નેપાળી યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો રણછોડનગરમાં રહેતા મોટાબાપુના ઘરે ગયા હોઇ પરત આવતા યુવાનને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ 108ને જાણ કરતા 108ના ઇ.એમ.ટી. રૂબીનાબેન કુરેશીએ તપાસ કરતા યુવાનનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન ચાંદીકામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો, તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું ચોક્સ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી દોઢ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો છે.
અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો
રાજકોટના કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રોલેક્ષક યુનિટ-3ની સામેની શેરીમાં બદ્રી પાન પાસે રહેતાં અને સોમનાથ વે બ્રિજ પાસે સન બ્લાસ્ટ કારખાનામાં મજૂરી કરતાં મૂળ મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ગીડવાની ગામના બાબુલાલ રામપ્રસાદ અહીરવારનો દીકરો વિક્રમ (ઉ.વ.5) બુધવારે તા. 3.07.2024ના બપોરે અઢી વાગ્યા આસપાસ ઘરમાંથી શેરીમાં રમવા ગયા બાદ પાછો ન આવતાં બાબુલાલ અને પત્નિ બબીતાબેને તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ, આસપાસમાં ક્યાંય વિક્રમનો પત્તો મળ્યો ન હતો. આથી, બાબુલાલે પોતાના મોટાભાઇ દેવીપ્રસાદને જાણ કરી હતી. બધાએ મળી સગા સંબંધીને ત્યાં તથા આસપાસમાં તપાસ કરી હતી પણ વિક્રમ ન મળતાં ગઇકાલે પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસે સગીર ગુમ થવાના કિસ્સામાં તુરત જ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રમતાં-રમતાં ડૂબી જવાથી માસૂમ વિક્રમનું મોત થયું
બીજી તરફ પરિવારજનોએ બાળકની શોધખોળ ચાલુ રાખી હતી. એક બાળકીએ દીકરાને શિતળાધાર તરફ જતો જોયો હતો તેમ કહેતાં એ તરફ બધા તપાસ કરવા ગયા હતાં. આ દરમિયાન ગઇકાલે આ ખાડામાંથી એક બાળકની લાશ મળતાં આજીડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ બાળક ગુમ થયેલો વિક્રમ હોવાની ખરાઇ તેના પરિવારજનોએ કરી હતી. 108ના ઇએમટી નિલેષભાઇએ આ બાળકને મૃત જાહેર કર્યો હતો. દોઢેક દિવસ સુધી લાશ પાણીમાં પડી રહી હોય જેના કારણે ફુલાઇ ગઇ હતી. રમતાં-રમતાં ડૂબી જવાથી માસૂમ વિક્રમનું મોત થયું કે અન્ય કોઇ રીતે તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. વિક્રમ બે ભાઇમાં નાનો હતો તેની માનસિક હાલત પણ ઠીક ન હતી. ગૂમ થયેલા માસુમ દિકરાનો પાણીમાંથી મૃતદેહ મળતાં શ્રમિક પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.