અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા બાળકોને જેના દ્વારા આ કામમાં ધકેલવામાં આવ્યા છે. તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેર પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ્યારે ગત રાત્રે પેટ્રોલિંગ ક
.
સગીર પાસે ભિખ મંગાવનાર ભાઈ સામે ફરિયાદ અમદાવાદ શહેરના ડ્રાઇવિંગ સિનેમા સામે ફૂટપાથ ઉપર રહેતા સગીર અવરજવર કરતા લોકો પાસેથી ભીખ માંગી રહ્યો હતો. તેની સાથે જ્યારે પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ દ્વારા વાતચીત કરવામાં આવી રહી હતી, તે દરમિયાન તેનો મોટો ભાઈ ત્યાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે પોતે 20 વર્ષનો છે અને આર્થિક સ્થિતિ નબળી હોવાથી પોતે છૂટક મજૂરી કરે છે અને નાનાભાઈ પાસે ભીખ મંગાવે છે, જેથી પોતાનું અને પોતાના ભાઈનું ગુજરાન ચલાવી શકે. પરંતુ સગીર વયના પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવી તે કાયદેસર ગુનો છે. તેથી 20 વર્ષીય યુવક સામે નાના ભાઈ પાસે ભિક્ષાવૃત્તિ કરાવવા બાબતે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 75 અને 76 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.