દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે આગ અકસ્માતના બનાવો બનતા હોય છે. ફટાકડાના કારણે આંખમાં ઈજા થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ત્યારે શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાના કારણે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી નગરી હોસ્પિટલમાં 60 લોકોને નાની-મોટી ઇજાઓ થત
.
અચાનક જ રોકેટ ઉડીને આવ્યું ને જમણી આંખમાં વાગ્યું આનંદ અને ઉલ્લાસનો તહેવાર એવા દિવાળીમાં લોકો માટે મજા ક્યારેક સજા બની જતી હોય છે. અમદાવાદમાં ફટાકડાના કારણે લોકોને આંખમાં ઈજા થવાના બનાવો સામે આવ્યા છે. રોડ ઉપર ફટાકડા ફોડવાના કારણે પણ લોકોને ઈજાઓ થઈ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી બાઈક ઉપર રમેશભાઈ નામનો વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાનમાં અચાનક જ રોકેટ ઉડીને આવ્યું હતું અને સીધું રમેશભાઈની જમણી બાજુની આંખમાં વાગ્યું હતું, જેના કારણે તેમને આંખમાં ગંભીર ઈજા થઈ હતી. બીજાના કારણે તેઓ સારવાર માટે સીધા નગરી હોસ્પિટલમાં આવ્યા હતા.
ફટાકડાને લગતા 60 જેટલાં કેસો નોંધાયા હતા દિવાળીમાં ઈમરજન્સી ને ધ્યાનમાં રાખીને નગરી હોસ્પિટલમાં આ પ્રકારના કેસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફટાકડાને લગતા 60 જેટલાં કેસો નોંધાયા હતા. જેમાં 10 લોકોની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાંથી નવ વર્ષના બાળકની આંખમાં ગંભીર ઇજા થતાં તેની આ કાઢી લેવી પડી છે. જ્યારે ત્રણ લોકોના ઓપરેશન કરાયા છે, જેની આંખની પટ્ટી ખોલ્યા બાદ તેની આંખોની દ્રષ્ટિ અંગે ખબર પડશે. જ્યારે છ લોકોને આંખની દ્રષ્ટિમાં ફરીથી પાછી લાવવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે ગંભીર ઇજાઓ થવાની ઘટના બનતી હોય છે ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ, તહેવારના ઉન્માદમાં લોકો ભાન ભૂલી અને રોડ ઉપર ગમે તે રીતે ફટાકડા ફોડે છે જેના કારણે કોઈની રોશની છીનવાઈ જાય છે.