સાબરમતી રિવરફ્રન્ટનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, બિલ્ડિંગ્સ બનાવવા માટે લેન્ડ ડેવલોપમેન્ટ પોલિસીને સરકારે મંજૂરી આપ્યા બાદ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (SRFDCL) દ્વારા કોમર્શિયલ અને રહેણાંક એમ બંને હેતુના પ્લોટને લેન્ડ પોલિસી અંતર્ગત આપવા મા
.
શરતો અને નિયમોમાં ફેરફારો કરાયા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્લોટ માટે જે શરતો અને નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં ટર્ન ઓવર, અનુભવમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રી-બીડની બેઠકમાં મુંબઈના બે અને અમદાવાદના સાત ડેવલોપરોએ ભાગ લીધો હતો. જેમાં ડેવલોપરોએ કેટલાક સૂચનો અધિકારીઓ સમક્ષ મૂક્યા હતા. તેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના બંને પ્લોટના ડેવલોપમેન્ટ રાઈટ્સની દરખાસ્તમાં ફેરફાર કર્યા છે. જેમાં રહેણાંકનો અનુભવ ઉમેરાયો છે. જ્યારે ટર્નઓવર 284 કરોડ રૂપિયાથી ઘટાડીને 170 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય અગાઉ મૂકવામાં આવેલી દરખાસ્તમાં કંપનીઓએ છેલ્લા છ વર્ષમાં ઓછામાં ઓછા 50,000 ચોરસ મીટરનો એક કોમર્શિયલ, મોલ, હોટેલ અથવા મિક્સ ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કરવો જરૂરી હતો.
બેઝમેન્ટની ઊંડાઈ 15 મીટરથી વધારીને 25 મીટર કરાઈ 1.80 લાખ ચોરસ મીટરમાં બાંધકામ કરેલું હોવું જોઈએ. તેની સમયમર્યાદા 6 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. અગાઉ બેઝમેન્ટની ઊંડાઈ મહત્તમ 15 મીટર રાખવા જણાવવામાં આવ્યું હતું. તેને વધારીને 25 મીટર સુધી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે રિવરફ્રન્ટ પરના પૂર્વ અને પશ્ચિમ બાજુના બે પ્લોટ પરના 99 વર્ષ માટે ડેવલોપમેન્ટ રાઈટ વેચવા કાઢ્યા છે. આ પ્લોટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને 230 કરોડ રૂપિયાથી વધુની આવક થવાનો અંદાજ છે.