ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલા પ્રગતિ ટ્રેડર્સ નામની કંપનીમાં આજે સાંજે આગ લાગી હતી. જેથી દોડધામ મચી હતી. આઈસ્ક્રીમ અને બિસ્કીટનો સ્ટોક રાખતી કંપનીમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ઉમરગામ ફાયરની ટીમને થતા 4 થી 6 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
.
ઉમરગામ GIDC વિસ્તારમાં પ્રગતિ ટ્રેડર્સ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસમાં ભાગદોડ મચી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયરની ટીમ તાત્કાલીક પહોંચી ગઈ હતી. કંપનીમાં લાગેલી આગ પર ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.