ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો અમદાવાદના આંગણે આગામી 21 નવેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. એક પખવાડિયા સુધી ચાલનાર કલાના મહાસંગમ સમાન આ કાર્યક્રમના પ્રી-કર્સર તરીકે તા
.
પ્રી-ઇવેન્ટ પ્રદર્શનમાં આઇકોનિક ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાતી રંગમંચનું પ્રથમ હારોળનું નામ ગણાતા ચેતન દૈયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત વ્યંગાત્મક નાટ્ય પ્રસ્તૃતિને રજુ કરવામાં આવશે. ત્યાર બાદ કથ્થક નૃત્યકાર (જયપુર ઘરાના)માં વિશારદ ધ્રુતિ જોશી દ્વારા શાનદાર નૃત્ય પ્રદર્શન રજુ કરવામાં આવશે. આ પ્રીમિયર પ્રદર્શન અમદાવાદના કલાપ્રેમી દર્શકોને આગામી છઠ્ઠી આવૃત્તિમાં તેમના માટે ક્યાં કયાં પ્રદર્શન છે તેની ઝલક આપશે.
અહીં વાંચો અભિવ્યક્તિનો આખો કાર્યક્રમ
અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ આગામી 21 નવેમ્બરે શરૂ થવા જઈ રહી છે, આ પ્રોજેક્ટ દેશભરના કલાકારોને એકમંચ ઉપર લાવે છે અને પ્રખ્યાત તેમજ ઉભરતી પ્રતિભાઓને તેમની કલાને રજુ કરવાનો એક ઉત્તમ મંચ પુરો પાડે છે.
પોતાની અગાઉની આવૃત્તિઓની જેમ જ અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ પણ પોતાની સાથે કલા અને પ્રદર્શનની નવી રજુઆતો સાથે દર્શકો માટે નવો એક અનુભવ લઈને આવી રહી છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ માનવીની વિવિધ વાર્તાઓની વિશાળ તણા-બાણમાં વણાયેલ વિવિધ વિચારો અને પરિપ્રેક્ષ્યોને સામે લાવે છે, આ વર્ષની થીમ #StoriesFromTheSoul રાખવામાં આવેલ છે, જેના ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રદર્શન નો ઉદ્દેશ્ય વ્યક્તિઓ વચ્ચે રહેલ કનેક્શન, અભિવ્યક્તિ અને સહિયારા અનુભવો સાથે દરેક હૃદયને સ્પર્શવાનો છે. ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે. પ્રી-ઇવેન્ટ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે.
17 નવેમ્બરના રોજ રજુ થનાર પ્રદર્શનનો કાર્યક્રમ. સ્થળ: શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ
સ્થળ | કલાકાર | થીમ | કલાનો પ્રકાર | સમય |
ઓડિટોરિયમ | ચેતન દૈયા | વેલકમ ભુરાભાઈ | નાટક | સાંજે 7.15 કલાકે |
ઓડિટોરિયમ | ધ્રુતિ જોશી | એબિલિટી – ધ જર્ની ફોર ઇક્વાલિટી | નૃત્ય | રાત્રે 9.30 |
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ: એક સ્ટેજ ઉપર અદ્વિતિય અને ભવ્ય કલા પ્રદર્શન
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલાને દર્શકો સુધી પહોંચાડીને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં દરેક વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.
અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરૂ પાડવાનો છે.
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.
અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ 21 નવેમ્બરથી 8 ડિસેમ્બર, 2024 દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે 49 કલાકારો 50 પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત 47 કલાકારો દ્વારા 46 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે.
કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે. પ્રવેશ નિઃશુલ્ક છે.