ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરે એક પ્રોફેસર સામે સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ અંગે તપાસ કમિટી રિપોર્ટ બનાવીને સોંપ્યો છે. આ ઉપરાંત GTUમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આ બંને મુદ્દા આગામી BOGની
.
BOG બેઠકમાં છેડતી મામલે કાર્યવાહી કરાશે GTUમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસરે GTUના એક પ્રોફેસર વિરુદ્ધ PHDના અભ્યાસ દરમિયાન કરેલી જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવી છે. જાતીય સતામણીની ફરિયાદ અંગે ICCને તપાસ સોપવામાં આવી હતી. ICC દ્વારા તપાસના 4 મહિને રિપોર્ટ તૈયાર કરીને GTUને સોંપવામાં આવ્યો છે. મહિલા પ્રોફેસરે અક્ષેપિત પ્રોફેસર વિરુદ્ધ મેસેજ અને રેકોર્ડિંગ સહિતના પુરાવા આપ્યા હતા. જોકે, GTU દ્વારા અગાઉના CCC કૌભાંડની જેમ છેડતી મામલે પણ મૌન રાખવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસમાં મળનારી BOG બેઠકમાં છેડતી મામલે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
12 પોસ્ટ પર ભરતીના ઇન્ટરવ્યૂ પૂર્ણ GTUમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની અલગ-અલગ 12 પોસ્ટ પર ભરતી કરવા માટે 15 નવેમ્બર સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યા હતા. જોકે, આ ઇન્ટરવ્યૂ હવે પૂર્ણ થયા છે. કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ બાદ પસંદગી પામેલા ઉમેદવારોના નામ નક્કી કરીને GTUને સોંપ્યા છે. આગામી દિવસોમાં મળનારી BOG બેઠકમાં આ નામ જાહેર કરી લીલી ઝંડી આપીને ભરતી કરવામાં આવશે.