અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેનું પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું આજે 1 નવેમ્બરના રોજ કેન્
.
કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો શહેરમાંથી એકત્રિત કરી પીરાણા ડમ્પ સાઈટ ખાતે લાવવામાં આવે છે. જેની અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ પીરાણા ગ્યાસપુર નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે બનાવવામાં આવેલો છે. આ કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે રોજની 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.
વીજળી પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે પ્રોસેસ બાબતે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઝ ઈન્સીનરેશન ટેક્નોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે 15 મેગા વોટ પ્રતિ કલાક કેપેસીટીનાં ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ 1000 મે. ટન ધન કચરામાંથી દૈનિક ધોરણે 360 મેગા વોટ વિજળી ઉત્પન્ન કરવામાં આવશે જે પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે.