જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતો અને ખેતી કામ કરતો જયેશ મોહનભાઈ ધ્રાંગીયા નામનો ખેડૂત ઇંગલિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હતી.
જેથી નવાગામ થી જામવાડી ગામ તરફ જવાના રસ્તે વોચ ગોઠવીને પોલીસે જયેશ ધ્રાંગીયા ને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી આઠ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.