પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે રહેતા 20 વર્ષીય મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ખેંચની બીમારી સાથે અર્ધબેભાન અવસ્થા સાથે પોતાના વાહન મારફતે જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે લવાયા હતા. ત્યાં ફરજ ઉપરના તબ
.
જેમાં મહિલાને પેટમાં દુખાવો તેમજ ખેંચની બીમારી હોવાથી ડૉક્ટર સ્ટાફ દ્વારા કેશની ગંભીરતાને ધ્યાને રાખી માતાને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર ચાલુ કરવામાં આવી હતી. જેમાં માતાના ગર્ભમાં રહેલા બાળકના ધબકારા ઓછા થતાં તાત્કાલિક ડિલેવરી કરવામાં આવી હતી. માતાની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તાબડતોડ આઇસીયુ વોર્ડ ખાતે દાખલ કરી સધન સારવાર ચાલુ કરવામાં આવી હતી.
આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો, સુનિલ જોશીની દેખરેખ હેઠળ તેમજ મેડિસિન વિભાગના ડો, નીરવ ચૌધરી ડો,આશિષ પટેલ તેમજ આઇસીયુ સ્ટાફ દ્વારા માતાની તબિયત અત્યંત ખરાબ હોવાને લીધે સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સીબીએસ, એલએફટી,એચઆઈવી,થાઈરોઈડ એમઆરઆઈ, સોનોગ્રાફી, એક્સરે સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
એમઆરઆઈ દ્વારા જાણવા મળેલું કે પ્રેસ સિન્ડ્રોમ નામની જીવલેણ બીમારી થતાં ચાર દિવસ સુધી મહિલા દર્દીને વેન્ટિલેટર ઉપર રાખી જરૂરી દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. આ એક પ્રકારની ગંભીર બીમારીમાં ગર્ભ અવસ્થામાં જ્યારે માતા હોય છે, ત્યારે વધારે પડતાં બ્લડ પ્રેસરના લીધે મગજમાં સોજો આવવો આ એક પ્રકારની ગંભીર બીમારી ગણવામાં આવે છે. આના લીધે ખેંચ તેમજ બેભાન થઈ થવું જેવી અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જતી હોય છે.
પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફની સમય સૂચકતાના આધારે ઓપરેશન કરી ધબકારા બંધ થઈ ગયેલા બાળકને લઈ તબીબોએ માતાનો જીવ બચાવ્યો હતો. દસ દિવસની લાંબી સારવારના અંતે રજા આપવામાં આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. પરિવારે સિવિલ હોસ્પિટલ પરિવાર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો.