પાટણ શહેરના અંબાજી નેળિયામાં આવેલી યશ ટાઉનશીપમાં ઘર આગળ ગાડી મુકવા મામલે પડોશીઓ વચ્ચે મારામારી થવા પામી હતી. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરના અંબાજી નેળિયામાં આવેલી યશ ટાઉનશીપમાં રહેતા હિતેષકુમાર ભરતભાઇ ગોર, ઉ.વ. 37 પોતાની ક્રેટાગાડી અત્રે રહેતા
.
ત્યારે વિકાસભાઈ અને અન્યોએ હિતેષકુમારને ફોન કરી કહેલ કે તમે ક્યાં છો તેમ કહેતા હિતેષકુમારે કહેલ કે હું બહાર છુ ઘરે આવુ છુ. તેમ કહી તેઓ તેનું એક્ટિવા લઈ ઘરે જતા વિકાસભાઈ અને અન્ય બે જણાએ હિતેશભાઈની એક્ટિવાને પાટુ મારી ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા ઘરે લગ્ન છે અને તે ગાડી વચ્ચે કેમ મુકેલ છે તેમ કહેતા હિતેશે કહેલ કે મને તમારા ઘરે લગ્ન છે તેની ખબર ના હોઈ હું મારી ગાડી લઇ લઉં છુ.. તેમ કહેતાં આરોપી વિકાસે હિતેશને છાતીમાંથી પકડી ફેટ મારી તથા અન્ય એક વ્યક્તિ એ જમણા ગાલ ઉપર લાફો મારી તથા ત્રીજાએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .ઝપાઝપીમાં હિતેશનાં ગળામાં પહેરેલ સોનાની ચેન પડી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.