મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટી સંકલ્પ હાઈટ્સમાં રહેતા યુવાનને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો. જેથી તેને રૂપિયાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્રને વાત કરી હતી. ત્યાર બાદ તે મિત્રએ તે યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવ્યો હતો અને જુદા જુદા વ
.
મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટી સંકલ્પ હાઈટસ-1 બ્લોક નં-103માં રહેતા ધાર્મિક કમલેશભાઈ ઠોરીયા (ઉ.21)એ હાલમાં મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશ રબારી, માધવ બોરીચા, ભરત બોરીચા, શિવમ બોરીચા, હીરા ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, તેને ટાઈલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી ફરિયાદીએ પોતાના મિત્ર પંકજ ફેફરને પૈસાની જરૂર છે તેવી વાત કરી હતી. જેથી પંકજ ફેફરે આરોપી સુરેશ રબારીનો સંપર્ક કરાવ્યો હતો અને તેની પાસેથી 30 ટકા વ્યાજ લેખે 1.5 લાખ રૂપિયા ફરિયાદી યુવાને અપાવ્યા હતા. તેની સામે ફરિયાદી તેને અત્યાર સુધીમાં 30,000 રૂપિયા ચૂકવ્યા છે. ત્યાર બાદ માધવ બોરીચા પાસેથી 30 ટકા વ્યાજ લેખે 50,000 રૂપિયા અપાવ્યા હતા જેની સામે તેને 15 હજાર રૂપિયા ચૂકવ્યા છે.
તો ભરત બોરીચા પાસેથી રોજના 2,000 લેખે 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને શિવમ રબારી પાસેથી રોજના 5,000 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે યુવાને લીધા હતા. શિવમ રબારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હીરા ભરવાડ વચ્ચે હોય તેના દ્વારા પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી ધંધો શરૂ કરવા માટે થઈને મિત્રને વાત કરનારા યુવાનને વ્યાજખોરના ચક્રમાં ફસાવનાર મિત્ર સહિત કુલ છ વ્યક્તિઓની સામે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.