બિહારની એક મહિલાએ વચેટીયા દ્વારા ગુજરાતના અપરણિત યુવક સાથે લગ્ન કર્યા હતાં. જેને 4 માસની દીકરી હતી. જે મહિલાને પોતાની દીકરી તેના સાસરિયાઓ લઈ લેશે તેમ ભય સતાવતો હતો. જોકે તેને તેના વચેટિયાના કહેવા મુજબ લગ્નના અમૂક સમય બાદ ભાગી આવવા કહેવામાં આવેલ હતું.
.
181 અભયમની મદદથી મહિલાનું કાઉન્સેલિંગ કરાયું હતું. જેમાં મહિલાને પ્રેગનેન્સી વખતે તે HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું હોવા છતાં સાસરીમાં તેને સ્વીકારી રાખવામાં આવી હતી. બાદમાં તેને એક બાળકીને જન્મ આપ્યો હતો. જેના પતિએ પણ તેણીનો ચેપ લાગવાની સાંભવનાઓ રહી હોવા છતાં પોતાની સાથે પરિવારમાં તેને રાખી હતી. જોકે ચાલુ કાઉન્સેલિંગમાં જ મહિલાએ તેને પોતાના ઘરે બિહાર જવું હોવા માટેની જીદ પકડી હતી.
જીદ કરતી મહિલાએ પોતે દીકરીને સાથે લઈ બિહાર જવા ઘરેથી ભાગી હોવાનું કહેતા 181ની ટીમે મોડી રાત્રી સુધી તેનું કાઉન્સેલિંગ કરતા તેને પોતે જે છે તેવી સ્થિતિમાં તેના સાસરિયા તેને રાખવા તૈયાર છે અને તેને પોતાની જિંદગી ભલે બીમારીમાં બગડી હોય પરંતુ તેને તેની 4 માસની દીકરીના ભવિષ્યને સુધારવા હજુ પણ મોકો હોવાનું સમજાવતા અંતે મહિલા સાસરીમાં રહેવા સંમત થઈ હતી. આમ 181 અભયમની ટીમના પ્રયાસથી એક પતિ પત્ની વચ્ચેના પ્રશ્નોનું સુખદ સમાધાન મળતા એક તૂટતા પરિવારના સંબંધોને જીવનદાન મળ્યું હતું.