સરધારમાં રહેતી જેનીશા હરેશભાઈ પાટડીયા (ઉ.વ.16) નામની વિદ્યાર્થિનીએ ગઈકાલે પોતાના ઘરે કોઇ ન હોય ત્યારે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નાનો ભાઈ બહારથી ઘરે આવ્યો ત્યારે બહેનને લટકતી જોઈ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ના
.
ચાર મહિના પૂર્વે એસિડ પી લેનાર પ્રૌઢનું સારવાર દરમિયાન મોત રાજકોટમાં ગુંદાવાડી મેઈન રોડ પુજારા પ્લોટ નાલંદા એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતાં પીન્ટુભાઈ પ્રકાશભાઈ વેડીયા (ઉ.વ.42) નામના યુવકે ગત 7.08.2024ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ રાજકોટ ભાવનગર હાઇ-વે પર કાળીપાટ ગામ પાસે પુલ નીચે કોઇ કારણોસર એસીડ પી જતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે જીનેસીસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.7.01.2025ના એચ.જે.દોશી હોસ્પીટલમાં પેટની અને સ્વરપેટીની સર્જરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં રુટીન ચેકઅપ કરવામાં આવતું હતું. યુવક સવારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યારે અચાનક ગળામાં આવેલ ટ્રેકમાંથી લોહી નીકળતા ઇમરજન્સીમાં સારવાર દરમ્યાન હૃદય બંધ પડી જતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
લગ્નમાંથી આવતા યુગલ સાથે ચોરીની ઘટના ઘટી મવડી પ્લોટ મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.5માં રહેતાં રાજભાઇ ગોંડલીયા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ હાલમાં ગોંડલ ચોકડી પાસે આવેલ એમ.જી. હેક્ટરના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેમના ભાણેજના લગ્ન હોય અને કાલાવડ રોડ પર અંધ વૃદ્ધાશ્રમ સામે આવેલ સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે લગ્નનું આયોજન કરેલ જેથી તેઓ પરિવાર સાથે ગયેલ હતા. લગ્નપ્રસંગ પૂરા થતા રાત્રીના એકાદ વાગ્યા આસપાસ તેઓ પત્ની સાથે પાર્ટી પ્લોટની બહાર નીકળી કારમાં પત્ની અને પુત્રીને બેસાડેલ હતા. ત્યારબાદ તેઓ અન્ય પરીવારજનોને બોલાવવા ગેટથી અંદરના ભાગે જતાં એટલામાં તેમની પત્ની જીયાએ બુમાબુમ કરતા દોડીને બહાર નીકળી જોયેલ તો પત્ની કારમાં બેસેલ હતી. ત્યાંથી એક મોઢે રૂમાલ બાંધેલ બાઈક ચાલક ઝડપથી કણકોટ રોડ તરફ નાસી જતો જોવામા આવ્યો હતો. ત્યારબાદ તેઓ દોડીને પત્ની પાસે જતા તેણે જણાવેલ કે, તે બાઈક ચાલક નાસી ગયેલ તે આપણી કારનો દરવાજો ખોલી મારા ગળામાંથી સોનાનો હાર ઝૂંટવવાનો પ્રયાસ કરતો હતો પરંતુ, મેં હાર પકડી રાખતા સોનાના હારની સર તુટી તે શખ્સના હાથમાં આવી જતા સર ઝુંટવીને ફરાર થઈ ગયો. જેથી અજાણ્યો શખ્સ રૂ.1 લાખના દાગીના ઝુંટવી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
4.55 લાખનો શંકાસ્પદ મુદામાલ કબજે કરાયો રાજકોટ શહેરમાંથી અખાદ્ય ગોળ વેચાણ અર્થે ટ્રકમાં ભરી હેરાફેરી થવાની છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ બારવાણ ચોકડી પાસે વોચમાં હતો ત્યારે અશોક લેલન કંપનીની બડા દોશ ગાડી નં.જીજે.03.બીવાય.6977 પસાર થતાં તેને અટકાવી ગાડીમાં અખાદ્ય જેવો દેખાતો અને ખાંટી દુર્ગંધ વાંસ વાળા ગોળના ડબ્બા ભરેલા જોવામાં આવેલ અને ગાડી ચાલકનું નામ પૂછતાં પોતાનુ નામ અશોક ચાવડા (ઉ.વ.34) હોવાનું જણાવેલ હતું. જે બાબતે પુછતા પોતે મિત્રની પાસેથી અખાદ્ય ગોળ લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી, અખાદ્ય ગોળનો જથ્થો 25 કિલોના કુલ 150 ડબ્બા કુલ 1.05 લાખ અને ટેમ્પો ગાડી મળી કુલ 4.55 લાખનો મુદામાલ શંકાસ્પદ જથ્થા તરીકે કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી છે.