વડોદરામાં યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુઈબી) વડોદરા દ્વારા તા 29/3/2025ના રોજ સવારે 10 વાગે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી) કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર ભ
.
જેમા બી.ઈ. મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, M.COMની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી 35 વર્ષ સુધિના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં 3 નોકરીદાતા દ્વારા ડિઝાઇન એન્જિનિયર, ક્વોલિટી એન્જિનિયર, પ્રોડક્શન એન્જિનિયર, એકાઉન્ટ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ 50થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યું લેવામાં આવશે.
આ ભરતી મેળામાં ગ્રુમિંગ વિષય પર સેમીનાર યોજાશે. તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઈન્ટર્નશીપ યોજના તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિ:શુલ્ક માર્ગદર્શન આપીને નામ નોંધણી કેમ્પ યોજવામાં આવશે.
આ ભરતી કેમ્પ માટે રસ અને યોગ્ય લાયકાત ધરાવતા રોજગારવાચ્છું ઉમેદવારોને 3 રીઝયુમની નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવા યુઈબીના નાયબ વડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.